Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

નોઈડામાં મહિલાની છેડતી કરનાર પુજારીની ગામલોકોની સાથે કિન્નરોએ પણ કરી ધોલાઈ

ગામલોકોએ અનેક આક્ષેપો લગાવ્યા :ધોલાઈની જાણ થતા પોલીસ દોડી પણ લોકોને પોલીસની સામે લમધાર્યો

 

નોઈડાઃ ગ્રેટર નોઈડામાં મહિલાની છેડતી કરતા પુજારીની કિન્નરોએ ધોલાઈ કરી હતી મંદિરમાં પુજા કરવા આવનારી મહિલાઓની છેડતી કરવાની પુજારીની હરકતો જ્યારે હદ બહાર જવા લાગી તો ગામની મહિલાઓ અને પુરુષોએ  તેની જોરદાર ધોલાઈ કરી દીધી. પુજારીની હરકત જાણ્યા બાદ કિન્નરોએ પણ પુજારીને ધોઈ નાખ્યો હતો. પુજારીની ધોલાઈની સૂચના મળતાં પોલીસ પણ દોડી આવી હતી અને લોકોએ તો પોલીસની સામે પુજારીને માર માર્યો હતો.

  અંગેની મળતી વિગત મુજબ ગ્રેટર નોઈડાના બાદલપુર પોલીસ મથકના ક્ષેત્રમાં આવતા ધૂમમાનિકપુર  ગામના લોકોએ બાબા કન્હૈયા ગીરી નામના પુજારી પર ગામની મહિલાઓની છેડતી કરવા, ઘણી હત્યાઓ કરાવવાનો અને હથિયારોની તસ્કરી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ગ્રામજનો ઘણા સમયથી આરોપી પુજારીની ફરિયાદ કરતા હતા પણ પોલીસ પર તેની કોઈ અસર થતી હતી. આખરે ગામના લોકોએ જ્યારે મહિલા આયોગને પુજારીની ફરિયાદ કરી ત્યારે જઈને પોલીસે તેના પર ધ્યાન આપ્યું. ગ્રામજનોનો આરોપ છે કે પોલીસ પણ બાબાની સાથે મળેલી છે અને તે પહેલા જ્યારે પણ ગામના લોકોએ પોલીસને બાબાની ફરિયાદ કરી ત્યારે પોલીસે બાબાને ચાન્સ આપી ફરાર થવામાં મદદ કરી
  . મળતી માહિતી મુજબ, ગામમાં દસક જુનું એક શિવ મંદિર છે, ગત 15 વર્ષોથી કન્હૈયા ગીરી મંદિરની દેખરેખ અને પુજાપાઠ કરતો હતો. શરૂઆતમાં કેટલાક વર્ષો સારા વિત્યા પણ પછી ધીરે ધીરે બાબાનો અસલી રંગ સામે આવવા લાગ્યો.ગત કેટલાક વર્ષોથી આરોપી પુજારીનું ગામની એક વિધવાના ઘરે આવવા-જવાનું વધી ગયું હતું. જ્યારે મહિલાની જેઠાણીએ પુજારીના ઘરે આવવા જવાનો વિરોધ કર્યો તો કન્હૈયા ગીરીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાના પતિની અંદાજીત 4 વર્ષ પહેલા કોઈએ હત્યા કરી દીધી હતી. ગામના લોકોને શંકા છે કે મહિલાના પતિની હત્યા પાછળ પુજારીનો હાથ છે. આખરે કન્હૈયા ગીરીથી તંગ મહિલાએ પોલીસને પુજારી વિરુદ્ધ ફરિયાદ કરી. મહિલાએ સાથે કન્હૈયા ગીરી પર છેડતીનો વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો હતો પણ પોલીસે મહિલાની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી હતી.

    આખરે જ્યારે કન્હૈયા ગીરીની હરકતો હદ વટાવવા લાગી તો ગામની મહિલાઓએ એક સાથે મળી મંદિરે પહોંચી અને કન્હૈયા ગીરી સહિત મંદિરમાં હાજર તમામ બાબાઓની જોરદાર ધોલાઈ કરી. મહિલાઓએ મંદિરમાં રહેલી બાબાની કારને પણ તોડી, ગામની મહિલાઓએ કહ્યું કે પોલીસે અમારી એક ન સાંભળી તો અમે મહિલા આયોગને ફરિયાદ કરી ત્યારે પોલીસે તેના પર ધ્યાન આપ્યું.

(9:38 pm IST)