Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કઠુઆ બળાત્કાર પીડિતા કેસ : જમ્મુ - કાશ્મીર બહાર ચલાવવા સુપ્રિમમાં સુનાવણી શરૂ

પીડિતાના મહિલા વકિલે કહ્યું મારો પણ થઇ શકે છે રેપ-મર્ડર

કઠુઆ (જમ્મુ), તા.૧૬ : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૮વર્ષીય બાળકી ઉપર સામૂહિક બળાત્કારકરાયા પછી હત્યા કરાઈ હતી. આ કેસનીટ્રાયલ જમ્મુ-કાશ્મીર બહાર અન્ય રાજ્યમાં કરાવવા પીડિતાનું કુટુંબ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. બાળકી વિચરતી મુસ્લિમ કોમની હતી. એની હત્યાના લીધે સમગ્ર દેશમાં રોષ ફાટીનીકળ્યું છે. આ હત્યા પાછળ રાજકારણપણ ગરમાયું છે. જમ્મુ-કાશ્મીર સરકારનાભાજપના બે મંત્રીઓને રાજીનામા પણઆપવાની ફરજ પડી છે. આ બે મંત્રીઓઉપર આરોપીઓનું સમર્થન કરવાનાઆક્ષેપો છે. વધુમાં સ્થાનિક વકીલોએપોલીસને કોર્ટમાં કેસ સંદર્ભે ચાર્જશીટ દાખલ કરવામાં પણ અવરોધો ઊભા કર્યાહતા.

આસીફાને યાદ કરતા તેની માતા ધ્રુજતા અવાજે કહે છે કે આસીફાએ લગ્ન માટે તાજેતરમાં જ નવા કપડા લીધા હતા અને સીવડાવ્યા હતા. એટલુ જ નહિં આસીફાએ આ નવા વસ્ત્રો સાથે મેચીંગ સેન્ડલ્સ પણ લાવી આપવાનું કહ્યુ હતું. પરંતુ આ નવા વસ્ત્રો અને સેન્ડલ્સ પહેરવા માટે આસીફા જ આ દુનિયામાં નથી. કબરમાં એકલી સુઈ ગઈ છે. આસીફાની માતાએ એવુ પણ કહ્યુ કે આસીફાની આ બધી વસ્તુઓ અમે આપી દીધી છે પરંતુ તેની અમુક યાદગાર વસ્તુઓ અમે સાચવીને એક પેટીમાં રાખી છે. આસીફાને ભણાવવા અંગે તેની માતાએ કહ્યુ કે અમે એવુ ઈચ્છતા હતા કે આસીફા થોડીક મોટી થઈ જાય તો તેને ભણવા માટે સ્કુલે મોકલીશુ. અમને થોડીક એવી ખબર હતી કે તેની સાથે આવુ બિહામણું દુષ્કૃત્ય થવાનુ છે. આસીફાની માતાએ 'રેપ' શબ્દ ઉચ્ચારતા એવો પ્રશ્ન પણ કર્યો કે આટલી નાનકડી બાળા (આસીફા) સાથે કોઈ કેવી રીતે આવુ પાશવી દુષ્કર્મ કરી શકે છે.

આ ખૂબ જ દુઃખદ ઘટનાના ૧૦ મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે.૧. પીડિત કુટુંબના વકીલે કહ્યું કે અમને ભય છે કે, જમ્મુમાં ટ્રાયલ શાંતિપૂર્વકચાલી શકશે નહીં કારણ કે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતી વખતે જસ્થાનિક વકીલોએ અતિશય હોબાળો મચાવ્યો હતો. અમે સુપ્રીમકોર્ટમાંઅરજી દાખલ કરી કેસ ટ્રાન્સફર કરવામાગણી કરી રહ્યા છીએ.

સમગ્ર દેશના મુખ્ય શહેરોમાંઘટનાના વિરોધમાં અને ન્યાયની માગણી માટે કેન્ડલ માર્ચ યોજાશે. જેમાર્ચ દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂ, ગોવા,તિરૂવનંતપુરમ અને અન્ય શહેરોમાંયોજાઈ છે.

કોંગ્રેસ આ મુદ્દે વડાપ્રધાનનાનિવેદનની માગણી કરી રહી છે એનેજવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશજાવડેકરે કહ્યું કે અમારા બે મંત્રીઓએરાજીનામાઓ આપ્યા છે પણ રાહુલગાંધી જે કેન્ડલ માર્ચ યોજી રહ્યા છેએમણે એમના મંત્રીઓ સામે ભૂતકાળમાં પગલાં કેમ નથી લીધા ?

શુક્રવારે જમ્મુ-કાશ્મીર સરકારમાંથી ભાજપના બે મંત્રીઓ જેમની ઉપર આરોપીઓને બચાવવાના કહેવાતા આક્ષેપો છે. એમણે રાજીનામાઓ આપ્યા હતા.

ઔદ્યોગિક મંત્રી ચંદ્રપ્રકાશ ગંગા અનેવન મંત્રી લાલસિંઘે આરોપીઓના સમર્થનમાં રેલી યોજી હતી જે રેલીનુંઆયોજન હિન્દુ એકતા મંચે કર્યું હતું.

મંત્રી ચંદ્રપ્રકાશ ગંગાએ આરોપીઓની ધરપકડને જંગલ રાજ કહ્યું હતું.  લાલસિંઘે લોકોને પ્રતિબંધનાત્મક આદેશોનું પાલન ન કરવા ઉશ્કેર્યા હતા. એમણે કહ્યું હતું કે એવું છોકરીના મૃત્યુથી આ હોબાળો શા માટે, આવી અનેક છોકરીઓ અહીં મૃત્યુ પામે છે.

ભાજપાએ પહેલાં આ મંત્રીઓનું રક્ષણ કર્યું હતું પણ વડાપ્રધાને ઘટનાને કડકશબ્દોમાં વખોડતા મંત્રીઓને રાજીનામાઓ આપવા જણાવાયું હતું.૮. મોદીએ ઘટનાને વખોડતા જણાવ્યું હતુંકે, આરોપીઓને કોઈ પણ ભાગેછોડવામાં આવશે નહીં, ન્યાય બધાને મળવું જોઈએ. અમારી દીકરીઓને ન્યાય મળે એ અમારી ફરજ છે.૯. ૧૦મી જાન્યુઆરીએ ૮ વર્ષીય બાળકીનું અપહરણ કરાયું હતું. એક અઠવાડિયા સુધી એના ઉપર બળાત્કાર કરાયા પછી હત્યા કરાઈ હતી. આ ગુનામાં પોલીસ કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા.

ગુનાના આરોપ સબબ ૮વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ વિચરતી મુસ્લિમ જાતિમાં ભય ઉત્પન્ન કરવામાટે આ હત્યા કરાઈ હોવાનુંમાનવામાં આવે છે.

(2:41 pm IST)