Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આધાર કાર્ડ વેરીફીકેશન માટે ફેસ ઓથેન્ટીકેશન જુલાઈથી લોન્ચ થશે : સીનીયર સીટીઝન માટે રાહત

નવી દિલ્હી : આધારકાર્ડ વેરીફીકેશન માટે ૧ જુલાઈથી ફેસ ઓથેન્ટીકેશન સુવિધા યુઆઈડીએઆઈ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. જેનાથી સીનીયર સીટીઝનોને મોટી રાહત મળશે. હાલમાં ફીંગર પ્રિન્ટ વેરીફીકેશનમાં સીનીયર સીટીઝનને ખૂબ જ મુશ્કેલી પડે છે. જેથી ફિંગરપ્રિન્ટ મશીનમાં ઓથેન્ટીકેશન નથી થઈ શકતુ. જેથી સરકારી યોજનાનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. યુઆઈડીએઆઈ દ્વારા ૯ રાજયોના ૪૫૦૦ જેટલા સીનીયર સીટીઝનોનું ફેસ વેરીફીકેશન કરવામાં આવેલ જેમાં ૯૯ ટકા વેરીફીકેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ. જયારે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીના વેરીફીકેશનનો રેસીયો ૯૫ ટકા રહ્યો હતો.

જો કે યુઆઈડીએઆઈએ આ ફીચરની અનુમતિ ફિંગર પ્રિન્ટ, આંખોની કીકી તથા ઓટીપીની સાથે જ આપવાની શરત રખાશે. ફકત ફેઈસ ઓથેન્ટીકેશન દ્વારા પ્રોસેસ પૂરી નહિં થાય. આ માટે સીનીયર સીટીઝનને બીજીવાર આધાર સેન્ટર જવાની જરૂર નહિં રહે. યુઆઈડીએઆઈ અન્ય વેરીફીકેશન માટે પોતાના ડેટા બેસનો ઉપયોગ કરશે.(૩૭.૭)

(12:51 pm IST)