Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કેરળમાં નાની બાળકીઓ ધરાવતા પરીવારોએ ભાજપ કાર્યકરોના ઘરમાં દાખલ થવા પર પ્રતિબંધ મૂકયો

કઠુઆને લીધે કેરળમાં પોસ્ટરો લાગ્યા

નવી દિલ્હી : કેરળના ઘણા કુટુંબોએ કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યાનો વિરોધ કરવા માટેતેમના ઘરની બહાર પોસ્ટરો લગાવી દીધા છે જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપનાકાર્યકર માટે ઘરમાં પ્રવેશ બંધ છે કારણ કેતેમના ઘરમાં નાની બાળકી રહે છે. આમ કઠુઆની ઘટનાના પડઘા માઈલો દૂર કેરળમાંપણ પડ્યા હતા. શુક્રવારે સાંજે કેરળનીરાજધાની તિરૂવનંતપુરમના ઘરોની બહારઅને દરવાજા પર આ પ્રકારના પોસ્ટરો નજરે ચડયા.

ભાજપ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલાઆ નવા પ્રકારના અભિયાનમાં ભાજપ કાર્યકરોને ઘરમાં પ્રવેશવાની મનાઈ કરવામાંઆવી હતી. એક પોસ્ટરમાં લખ્યું હતું ૧૦ વર્ષથી ઓછી ઉંમરની બાળકી આ ઘરમાં રહેછે. ભાજપ કાર્યકરોને ઘરમાં ન પ્રવેશવા વિનંતી. જ્યાં ભાજપ સત્તામાં ભાગીદાર છે તે જમ્મુ-કાશ્મીરમાં જે મુસ્લિમ બાળકી સાથે સામૂહિક બફ્રાત્કાર અને હત્યા કરવામાં આવીતે આઠ વર્ષની હતી. એક અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, આ પરિવારમાં નાનીબાળકીઓ છે. મતો માંગવા આવનાર ભાજપના સભ્યો મહેરબાની કરી ઘરની બહારરહે. આ જ પ્રકારના સંદેશાઓ દક્ષિણી જિલ્લાઓમાં પણ જોવા મળતા હતા. સીપીએમનીવિદ્યાર્થી પાંખ એસએફઆઈના કેરળ રાજ્યના સેક્રેટરી એમ.વિજિને કહ્યું કે નિર્દયતા અને અક્ષમ્ય અપરાધોમાં ભાજપે કરેલા બચાવને કારણે કેરળના લોકો પર અસર થઈ છે.આથી લોકો નવા પ્રકારનો વિરોધ કરી રહ્યા છે અને આ પોસ્ટરો તે વિરોધનો જ ભાગ છે. (૩૭.૫)

(11:33 am IST)