Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પાંચ સદસ્યોની ટીમ જમ્મુ કઠુઆ પહોંચી કરશે તપાસ : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણંય

સમિતિ બીસીઆઈને રિપોર્ટ સોંપશે : 19મીએ સુપ્રીમ કોર્ટમાં અહેવાલ રજૂ કરશે : જમ્મુ બાર એસો. ને હડતાલ પાછી ખેંચવા તાકીદ

પાંચ સદસ્યોની ટીમ કઠુઆ, જમ્મુની મુલાકાત લઈને બાર એસોસિએશનના વ્યવહાર બાબતે લોકોની સાથે વાતચીત કરશે. તેમ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ કહ્યુ છે  પાંચ સદસ્યોની એક સમિતિ દ્વારા કેસની તપાસ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું .
   મિશ્રાએ કહ્યું છે કે આ સમિતિ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રિપોર્ટ આપશે અને તેને 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટને વધુ બે દિવસનો સમય આપવાની વિનંતી પણ કરવામાં આવી છે. 
   બીસીઆઈ દ્વારા કઠુઆ અને જમ્મુ બાર એસોસિએશનને તાત્કાલિક પોતાની હડતાળ પાછી ખેંચવા માટે તાકીદ કરવામાં આવી છે. બીસીઆઈ દ્વારા આવતીકાલ સુધીમાં હડતાલ સમાપ્ત કરવાની તાકીદ કરતા કહેવામાં આવ્યું છે કે નિર્દેશ માનવામાં નહીં આવે તો વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યુ છે કે કઠુઆ મામલામાં જે વકીલો દોષિત હોવાનું જણાશે તેમના લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

 

(12:00 am IST)