Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉત્તરાખંડમાં મશરૂમની ખેતીથી કારણે ચર્ચામાં રહેલ દિવ્યાની એક કપ કીડા જડી ચાની કિંમત 400 રૂપિયા

ઉત્તરાખંડમાં મશરૂમની ખેતીને કારણે ચર્ચામાં રહેલી 26 વર્ષની મહિલા દિવ્યા રાવતની  એક કપ કીડા જડી ચાની કિંમત 400 છે દિવ્યા ઇનોવેટિવ રીતે મશરૂમનું ઉત્પાદન કરે છે. દહેરાદૂનના મોઠરોવાલા ગામમાં તેના કારણે ઘણા લોકો રોજગારી મળે છે. દિવ્યા અનેક પ્રકારના મશરૂમ તૈયાર કરે છે.

     દિવ્યા રાવત લોખંડ અથવા એલ્યુમિનિયમની રેકના સ્થાને વાંસનું રેક ઉપયોગમાં લે છે. ઋતુ અનુસાર તે અલગ-અલગ વેરાયટીના મશરૂમ તૈયાર કરે છે.

દિવ્યા દર મહિને 12 ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. મશરૂમને એક કિલોના પેકેટમાં પેક કરીને તે સપ્લાય કરે છે. દિવ્યાએ જણાવ્યું કે એક કિલો મશરૂમની કિંમત 100 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના મશરૂમને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઉપરાંત એન્ટરપ્રન્યોર દિવ્યા તાજેતરમાં કીડા જડી ચાની સ્ટોલ શરૂ કરવાના કારણે પણ ચર્ચામાં આવી હતી. દિવ્યાની એક કપ કીડા જડી ચાની કિંમત 400 રૂપિયા છે.

દિવ્યાએ જણાવ્યું કે કીડા જડી ચા સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે. ભારતમાં પહેલા વ્યાવસાયિક રૂપે વેચવામાં આવી નથી.

(3:57 pm IST)