Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કઠુઆ ગેંગરેપના આરોપીની મંગેતર જેલમાં જઈ આંખોમાં આંખો નાખીને પૂછવા માંગે છે ''શું તેણે આ ગુન્હો કર્યો છે ? :

તે ના પાડે છે તો તેના પાછા ફરવાની રાહ જોઇશ. જો તે કહેશે મે આ કૃત્ય કર્યું છે તો હું મારા પરિવારને કહી દઇશ કે તમે મારા માટે બીજો છોકરો શોધી લે જો:રેણુ શર્મા

કઠુઆ ગેંગરેપને કારણે દેશભરમાં હડકંપ મચી ગયો છે આ ગેંગરેપના આરોપી પોલીસ દીપક ખજુરિયાની મંગેતર જેલમાં જઇને તેને મળવા માંગે છે.અને તેની આંખોમાં આંખો નાંખીને પુછવા માંગે છે કે શું તેને આ ગુનો કર્યો છે?

   અહેવાલ મુજબ 24 વર્ષની રેનૂ શર્માએ કહ્યું કે, 'હું તેની આંખોમાં આંખો નાંખીને પુછવા માંગુ છું કે શું તેને આ ગુનો કર્યો છે. મને તે સાચું કહેશે. જો તે ના પાડે છે તો હું તેના પાછા ફરવાની રાહ જોઇશ. જો તે કહેશે કે મે આ કૃત્ય કર્યું છે તો હું મારા પરિવારને કહી દઇશ કે તમે મારા માટે બીજો છોકરો શોધી લે જો.'

    જે પછી શર્માએ કહ્યું કે, 'હું કેવલ એકવાર જ મળી છું એ પણ અમારી સગાઇના દિવસે પરંતુ ફોન પર વાત કરતી હતી. મને એવું ક્યારેય તે આવો છે એવું લાગ્યું નથી તેણે મને એકવાર કહ્યું હતું કે આપણે વીડિયો ચેટ કરીશું પરંતુ જ્યારે મેં ના પાડી દીધી તો તેને મને મજબૂર ન હતી કરી. હું હકીકત નથી જાણતી. હકીકત ત્યારે જ બહાર આવશે જ્યારે સીબીઆઈ આ મામલાની તપાસ કરશે.' આ મામલે દિપકની માતા દર્શન દેવીએ પણ કહ્યું કે, મને નથી લાગતું કે રેનુને જેલમાં જઇને મળવું જોઇએ. હું પણ મારા છોકરાને મળવા નથી ગઇ.

(7:09 pm IST)