Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

એસટી/એસસી લોકોના હોટલમાં ભોજન મુદ્દે કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને તેજસ્વી વચ્ચે ટ્વીટર પર વાક્યુદ્ધ

''ચીના કોઠી દલિત ટોલા'માં ગરીબ દલિતોના ત્યાં ભોજન ઠુકરાવ્યાં બાદ ફાઈવ સ્ટાર હોટલમાં છોલે ભટુરે !!!

પટણા: કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને તેજસ્વી યાદવ વચ્ચે ટ્વીટર પર જંગ ખેલાયો છે તેજસ્વીએ રવિશંકર પ્રસાદ પર દલિતો સાથે પટણાની ફાઈવસ્ટાર હોટલમાં ભોજન કરવા બદલ કટાક્ષ કર્યો હતો. રવિશંકર પ્રસાદના ઓફિસ ટ્વિટર હેન્ડલથી તેજસ્વીને જવાબમાં જણાવ્યું કે આપણા એસસી/એસટી બહેન ભાઈઓને પણ સારી હોટલમાં ભોજન કરવાનો અધિકાર છે.

  રવિશંકર પ્રસાદે કહ્યું કે મને એ વાતની ખુશી છે કે હું દલિતો માટે પટણાની એક હોટલમાં આયોજિત ભોજનનો આયોજક હતો. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના તમામ સહયોગીઓને દલિતો સાથે ભોજન  કરવાનો અને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. જે સંદર્ભમાં રવિશંકર પ્રસાદે પટણાની એક ફાઈવસ્ટાર હોટલમાં દલિતો સાથે ભોજન કર્યું.

ત્યારબાદ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને રવિશંકર પ્રસાદ પર કટાક્ષ કર્યો. તેમણે ટ્વિટમાં લખ્યું કે પટણાના 'ચીના કોઠી દલિત ટોલા'માં ગરીબ દલિતોના ત્યાં ભોજન ઠુકરાવ્યાં બાદ ફાઈવ સ્ટાર હોટલમાં છોલે ભટુરે ખાઈને આંબેડકર જયંતી પર દલિત સશક્તિકરણ કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ.

   તેજસ્વીની ટ્વિટ પર પલટવાર કરતા રવિશંકર પ્રસાદે લખ્યું કે 'આંબેડકર જયંતીના અવસરે બિહારના ડિજિટલી સાક્ષર દલિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. હું પોતે તેને ગૌરવશાળી સમજુ છુ કે મેં તેમની સાથે લંચ કર્યું. આપણા એસસી/એસટી બહેન ભાઈઓને પણ હોટલમાં સારું ભોજન કરવાનો હક છે. મને ખુશી છે કે હું તેમનો આયોજક હતો.'

(7:08 pm IST)