Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

રેલવે યાત્રિકોની ફરિયાદ સાંભળવા 'મદદ'' નામની એપ કરશે લોન્ચ

જમવાની ગુણવત્તાથી લઈને ખરાબ શૌચાલય જેવી ફરિયાદ કરી શકાશે:આપાત સ્થિતિમાં પણ મદદ મળશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે યાત્રિકોની ફરિયાદ સાંભળવા માટે મદદ નામની એપ લોન્ચ કરશે તેમાં રેલવે સંબંધિત કોઈ ફરિયાદ કરવા ઈચ્છો શો આ એપ મદદ કરશે. રેલવે આ મહિનાના અંતમાં મદદ (મોબાઇલ એપ્લિકેશન ફોર ડિજાયર્ડ આસિસ્ટેન્સ ડ્યૂરિંગ ટ્રાવેલ) એપ લોન્ચ કરશે. તેમાં જમવાની ગુણવત્તાથી લઈને ખરાબ શૌચાલય જેવી ફરિયાદ કરી શકશો. આ એપની મદદથી આપાત સ્થિતિમાં પણ મદદ મળશે. 

   રેલવેની આ એપનો હેતુ યાત્રિકોની સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવાનો છે. એપથી યાત્રી સંબંધિત વિભાગના અધિકારીઓને ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યાની સાથે પગલા લેવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હશે. આ રીતે ફરિયાદનું રજીસ્ટ્રેશન અને સમાધાન ઝડપથી થશે. ખાસ વાત તે છે કે મદદ એપથી યાત્રીકો પોતાની ફરિયાદનું સ્ટેટસ અને તેના પર કાર્યવાહીની જાણકારી મેળવી શકશે. મદદ એપ તમામ યાત્રિકોની ફરિયાદ સાંભળવાનું એકમાત્ર માધ્યમ બનશે. 

   અત્યારે રેલવેમાં ફેસબુક, ટ્વીટર, મેલ અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોલ કરીને ફરિયાદ કરવા જેવા 14 માધ્યમ છે. આ તમામ માધ્યમથી યાત્રિકો ફરિયાદ કરી શકે છે. પરંતુ આ માધ્મયથી સુનાવણી અને ફરિયાદમાં સમય લાગે છે. રેલવેના એક અધિકારી પ્રમાણે, દરેક માધ્યમથી એક પોતાની મર્યાદા છે. સમામ ફરિયાદનો જવાબ આપવાનો પોતાનો સમય છે. ઘણીવાર સક્રિય ન હોવાને કારણે ફરિયાદ જતીરહે છે. મદદ એપ એક પારદર્શિ ફરિયાદ નિવારણની પ્રક્રિયા છે. જેનાથી ફરિયાદ પર તત્કાલ કાર્યવાહી થશે. એપને આ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. 

   યાત્રિકોએ ફરિયાદ નોંધાવવા માટે પીએનઆર ટાઇપ કરવાનું રહેશે. ત્યારબાદ તેની ફરિયાદની નોંધણી થઈ જશે. રજીસ્ટ્રેશન સમયે એસએમએસના માધ્યમતી તેને ફરિયાદ આઈડી મળશે. ત્યારબાદ સંબંધિત વિબાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે વ્યક્તિગત એસએમએસથી યાત્રિકોને જાણકારી આપવામાં આવશે. 

રેલવેના અધિકારીઓ પ્રમાણે મદદ એપમાં મહિના સુધી મળનારી ફરિયાદની વિગતો હશે. તે સિવાય રેલવેએ તે ફરિયાદ પર શું પગલા લીધા અને કાર્યવાહી સાથે જોડાયેલી વિગતોની જાણકારી પણ મળશે. અધિકારી પ્રમાણે મદદ એપ આવવાથી પહેલાની વ્યવસ્થા પણ યથાવત રહેશે. બીજા માધ્યમોથી પણ ફરિયાદ સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ પણ લવાશે. મદદ એપનો હેતુ માત્ર સંકલિત વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો છે. 

(7:08 pm IST)