Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

''નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અર્લી કેરિઅર ડેવલપમેન્ટ પ્રોગ્રામ'': યુ.એસ.માં કેરિઅર એવોર્ડ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામ માટે કોહેન યુનિવર્સિટીએ પસંદ કરેલા ૬ આસી.પ્રોફેસરમાં સ્થાન મેળવતા શ્રી સિધ્ધાર્થ બેનરજી તથા શ્રી જયદેવ આચાર્ય

કોર્નેલઃ યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સિટીઝ પ માર્ચના રોજ જાહેર કરેલી ''નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અર્લી કેરિયર ડેવલપમેન્ટ પ્રોગ્રામ'' માટેની ૬ આસી. પ્રોફેસર્સની યાદીમાં ૨ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.

કેરિયર એવોર્ડ તરીકે પણ ઓળખાતા આ પ્રોગ્રામ માટે પસંદ કરાયેલા ૨ ઇન્ડિયન અમેરિકન આસી. પ્રોફેસર્સમાં શ્રી રિધ્ધાર્થ બેનરજી તથા શ્રી જયદેવ આચાર્યનો સમાવેશ થાય છે. જે તમામ એવોર્ડ વિજેતાઓને દેશ માટે ઉપયોગી સાયન્સ એજ્યુકેશન તથા સંશોધન માટે ૫ લાખ ડોલર અપાશે.

શ્રી બેનરજી ઓપરેશન રિસર્ચ તથા ઇન્ફોર્મેશન એન્જીનીયરીંગના આસી.પ્રોફેસર છે. તથા શ્રી આચાર્ય ઇલેકટ્રીકલ એન્ડ કોમ્યુટર એન્જીનીઅરીંગના આસી.પ્રોફેસર છે.

 

(8:51 pm IST)