Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

શોપીયામા મહિલા એસપીઓના ઘરમાં ધુસીને ગોળી મારીને કરપીણ હત્યા :ઘાટીમાં ત્રણ દિવસમાં ચોથી આતંકી ઘટના

ખુશ્બૂ જાન નામની મહિલા એસપીઓની ગોળી મારીને હત્યા :સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ

જમ્મુ કાશ્મીરના શોપીમાં આતંકીએ ખુશબુ જાન નામની મહિલા સ્પેશ્યલ ઓફિસર(SPO)ના ઘરમાં ધુસીને ગોળી મારીને હત્યા કરી નાખતા હાહાકાર મચી જવા પામ્યો છે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના વેહિલ ગામની છે. પોલીસ સાથે જોડાયેલ સૂત્રો જણાવ્યું હતું કે સંદિગ્ધ બંદુકધારી મહિલા એસપીઓના ઘરમાં ઘુસીને ગોળી મારી હતી. ગોળી વાગવાથી મહિલા એસપીઓ ગંભીર રુપથી ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સ્થાનિક હોસ્ટિપલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

  આ ઘટના પછી સેનાએ પોલીસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફના જવાનોના વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કરી દીધું છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે આ દક્ષિણ કાશ્મીરમાં ત્રણ દિવસમાં આવી ચોથી ઘટના છે. આ પહેલા ગુરુવારે અનંતબાગમાં એક બંદુકધારીએ નેશનલ કોન્ફ્રસના એક કાર્યકર્તાને ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. આ પછી તે જ દિવસે ત્રાલમાં આવી જ એક ઘટનામાં એક નાગરિકની હત્યા કરી દેવામાં આવી હતી

(8:42 pm IST)