Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

વડાપ્રધાન મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફુક્યું :'મેં ભી ચૌકીદાર' અભિયાન છેડ્યું :શેર કર્યો VIDEO

પીએમ મોદીએ ટ્વીટ કર્યું : ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટોથી લડનારા તમામ લોકો ચોકીદાર છે: #MainBhiChowkidar હેશટેગ સોશ્યલ મીડિયા પર મચાવી રહ્યું છે ધૂમ

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફુક્યું છે વડાપ્રધાન મોદીએ 'મેં ભી ચૌકીદાર' અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેઓએ 'મેં ભી ચૌકીદાર' અભિયાનની સાથે લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદી આ અભિયાન હેઠળ 31 માર્ચે દેશભરના લોકો સાથે વાતચતી કરશે.

  પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું કે આપનો ચોકીદાર દૃઢ થઈને રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટોથી લડનારા તમામ લોકો ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરનારા દરેક લોકો ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, 'મેં ભી ચૌકીદાર હું

   PM મોદીનું #MainBhiChowkidar હેશટેગ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

  આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં મેં ભી ચૌકીદાર અભિયાનની સાથે પીએમ મોદી સાથે 31 માર્ચે સાંજે 6 વાગ્યે જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે

(8:42 pm IST)
  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST