Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગોવામાં કોંગ્રસે કર્યો સરકાર રચવાનો દાવો :રાજ્યપાલને પત્ર લખ્યો

ભાજપ ગઠબંધન સરકાર અલ્પમતમાં હોય સૌથી મોટી પાર્ટીને તક આપવા માંગ

dir="ltr">પણજી :ગોવાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે અને રાજ્યપાલને વિધિવત પત્ર લખ્યો છે કોંગ્રેસે બીજેપીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બર્ખાસ્ત કરવાની માંગણી કરતા કહ્યું હતું કે તેમની પાસે બહુમત નથી
   ગોવા કોંગ્રેસે પોતાના પત્રમાં લખ્યું છે કે ગોવાની સરકાર અલ્પમતમાં છે અને કોંગ્રેસને સૌથી મોટી પાર્ટીના રુપમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરવી જોઈએ. બીજેપીના એક ધારાસભ્યના નિધન પછી પરિકર સરકાર બહુમત ગુમાવી ચૂકી છે 
    રાજ્યપાલને પાઠવેલ પત્રમાં કોંગ્રેસે લખ્યું છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે ગેરકાયદેસર ગણાશે અને તેને પડકાર આપવામાં આવશે. અત્રે  ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ કોંગ્રેસ ઘણી વખત કહી ચૂકી છે કે રાજ્યના મુખ્યમંત્રી મનોહર પરિકર ગંભીર રુપથી બીમાર છે અને તેને હટાવી કોઈ અન્યને સીએમ બનાવવા જોઈએ અથવા કોંગ્રેસને તક આપવી જોઈએ.
    બીજી તરફ લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પોતાના કાર્યાલયના માધ્યમથી લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમની તબિયત સ્થિર છે. મુખ્યમંત્રી કાર્યાલયરે ટ્વીટર પર કહ્યું, 'મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના અનુસંધાનમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે માનનીય મુખ્ય મંત્રીની તબિયત સ્થિર છે
    કોંગ્રસે ગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કરતા રાજ્યની રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે. કોંગ્રેસે બીજેપીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બર્ખાસ્ત કરવાની માંગણી કરતા કહ્યું હતું કે તેમની પાસે બહુમત નથી. કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો પેશ કરતા કહ્યું હતું કે અમે રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યાના મામલે સૌથી મોટી પાર્ટી છીએ અને અમને સરકાર બનાવવાની તક મળવી જોઈએ.
ગોવા કોંગ્રેસે પોતાના પત્રમાં લખ્યું છે કે ગોવાની સરકાર અલ્પમતમાં છે અને કોંગ્રેસને સૌથી મોટી પાર્ટીના રુપમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરવી જોઈએ. બીજેપીના એક ધારાસભ્યના નિધન પછી પરિકર સરકાર બહુમત ગુમાવી ચૂકી
(8:00 pm IST)
  • છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST