Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પીએમ કિસાન અંગે પંચના અભિપ્રાયો લેવાયા : રિપોર્ટ

આચારસંહિતાના સંદર્ભમાં માહિતી મેળવાઈ : આચારસંહિતાના ભાગરૂપે સ્કીમ પર બ્રેક મુકાશે તો બિન ભાજપ શાસિત રાજ્યોમાં ખેડુતોને લાભ હાલ મળશે નહીં

નવી દિલ્હી, તા. ૧૬ : પીએમ કિસાન સ્કીમને લઈને સરકારે ચુંટણી પંચ પાસેથી અભિપ્રાય માંગ્યા છે. આ સ્કીમ હેઠળ ભાજપ શાસિત રાજ્યો દ્વારા નાના અને મધ્ય ખેડુતોના નામ મોકલવામાં અન્ય રાજ્યો કરતા વધારે લીડ મેળવી લીધી છે. આચારસંહિતાના ભંગને લઈને વધુ માહિતી સરકાર દ્વારા મેળવવામાં આવી છે. પીએમ કિસાન સ્કીમ હેઠળ જુદા જુદા રાજ્યોમાં મોટી સંખ્યામાં ખેડુતોના બેન્ક ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હજુ સુધી ૫૫૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે. જ્યારે લાભ મેળવી ચુકેલા ખેડુતોની સંખ્યા ૨૭.૬ મિલિયનની આસપાસ નોંધાઈ છે. ૧૨મી માર્ચના આંકડા આ મુજબની વાત કરે છે. કેટલાક રાજ્યો અને ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં ખેડુતોના ખાતામાં લાભ ઝડપથી પહોંચ્યા છે. અગ્રણી રાજ્યોની વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશમાં ૧૦૨૭૧૨૪૬ ખેડુતોને લાભ મળી ચુક્યો છે. આ ખેડુતોના ખાતામાં ૫૦૫૪૨૪૯૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આ રાજ્યમાં ૨૬૬૩૧૮૯ જેટલા ખેડુતોના ખાતામાં ૫૩૨૬૩૭૮૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે. ચુંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા આ સ્કીમ જાહેર કરાઈ હતી. આચારસંહિતા અમલી થયા બાદ આ સ્કીમની ગતિ અને પ્રગતિ ધીમી પડી ગઈ છે. બીજી બાજુ કેટલાક એવા રાજ્યો છે જ્યાં ખેડુતોને કોઈપણ પ્રકારના લાભ મળી શક્યા નથી કારણ કે આ રાજ્યો દ્વારા આંકડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. બિનભાજપ શાસિત રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હજુ સુધી ખેડુતો આ લાભને લઈને રાહ જોઈ રહ્યા છે. એકબાજુ એપ્રિલ મહિનામાં ૨૦૦૦ રૂપિયાના બીજા હપ્તાની રકમ મળનાર છે ત્યારે રાજસ્થાન જેવા રાજ્યોમાં પ્રથમ હપ્તાની રકમ પણ મળી શકી નથી. ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત પંજાબ અને અન્ય રાજ્યોમાં પણ ખેડુતો લાભ મેળવી ચુક્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં પ્રથમ ઈન્સ્ટોલમેન્ટની રકમ ૬૫ ટકાથી વધુ ખેડુતોને મળી ચુકી છે. કૃષિ સચિવ સંજય અગ્રવાલે આ મામલા પર કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે પરંતુ પહેલાથી જ નાણા ટ્રાન્સફર થઈ ગયેલા આંકડાના સંદર્ભમાં માહિતી આપી છે. ૨૭.૬ મિલિયન ખેડુતોને નાણાંની ચુકવણી કરવામાં આવી ચુકી છે.

ખેડુતોને રોકડ ચુકવણી

નવી દિલ્હી, તા. ૧૬ : પીએમ કિસાન હેઠળ ઘણા રાજ્યોને જંગી નાણાં ખેડુતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં ખેડુતોને સ્કીમ હેઠળ નાણાની ચુકવણી કરવામાં આવી ચુકી છે. આચારસંહિતા હાલમાં અમલી છે ત્યારે પંચ પાસે વિગત મેળવવામાં આવી છે. ખેડુતોને કયા રાજ્યમાં કેટલી રકમ ચુકવવામાં આવી તે નીચે મુજબ છે.

અગ્રણી રાજ્ય

ખેડુત સંખ્યા

નાણાં ટ્રાન્સફર

ઉત્તરપ્રદેશ

૧૦૨૭૧૨૪૬

૨૦૫૪૨૪૯૨૦૦૦

મહારાષ્ટ્ર

૧૫૧૨૯૦૯

૩૦૨૫૮૧૮૦૦૦

ગુજરાત

૨૬૬૩૧૮૯

૫૩૨૬૩૭૮૦૦૦

તેલંગાણા

૧૭૬૨૮૪૦

૩૫૨૫૬૮૦૦૦૦

આંધ્રપ્રદેશ

૩૩૦૪૩૯૪

૬૬૦૮૭૮૮૦૦૦

તમિલનાડુ

૧૭૬૭૨૦૫

૩૫૩૪૪૧૦૦૦૦

પંજાબ

૯૫૬૦૨૧

૧૯૧૨૦૪૨૦૦૦

 

(7:38 pm IST)