Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રેલવે ટિકિટ પીએનઆરના નવા નિયમોથી વધારે ફાયદો

પહેલી એપ્રિલથી નવા નિયમો અમલી કરાશે

નવી દિલ્હી, તા.૧૬ : રેલવે યાત્રીઓને પહેલી એપ્રિલથી એક નવી સુવિધા મળવા જઈ રહી છે. ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (પીએનઆર) જારી કરશે એટલે કે હવે રેલ યાત્રી એક યાત્રા દરમિયાન બીજી ટ્રેનમાં મુસાફરી કરશે તો તેમને સંયુક્ત પીએનઆર મળશે. આ નવા નિયમ આવ્યા બાદ જો યાત્રીઓની પ્રથમ ટ્રેનમાં વિલંબ થાય છે અને આના કારણે બીજી ટ્રેન છુટી જાય છે તો તેમને કોઈપણ પૈસા આપ્યા વગર યાત્રા રદ કરવાની મંજુરી રહેશે. હાલમાં એક યાત્રા માટે એક યાત્રી બે ટ્રેન બુક કરાવે છે તો યાત્રીઓના નામ ઉપર બે પીએનઆર નંબર જનરેટ કરવામાં આવે છે. આ પીએનઆર નંબર યુનિક કોડ હોય છે. જેનાથી યાત્રા અને ટ્રેન અંગે માહિતી મળે છે. નવા નિયમ આવ્યા બાદ બે પીએનઆરને લીન્ક કરવામાં આવશે. સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ જારી કરાશે. નિયમ આવ્યા બાદ પહેલાની સરખામણીમાં રિફંડ વધુ સરળ રીતે મળી શકશે. બીજી ટ્રેન માટે રિફંડના નિયમ અને શરતો રહેશે. નિયમ આવ્યા બાદ નવા નિયમ ઉપર સંયુક્ત પીએનઆર નંબર દ્વારા ટિકિટ કેન્સર થવા પર મળનાર રિફંડ માટે પણ કેટલીક શરતો છે જે નીચે મુજબ છે.

*   સૌથી જરૂરી છે કે બંને ટિકિટોમાં યાત્રીઓની વિગત એકસમાન હોવી જોઈએ

*   જે સ્ટેશન પર પ્રથમ ટ્રેન પહોંચવામાં અને બીજી ટ્રેન પકડવાના સ્ટેશન એક જ હોવા જોઈએ

*   આ નિયમ તમામ ક્લાસ માટે લાગુ થશે, પોતાની ટિકિટ ઓનલાઈન કરાવવા અથવા તો કાઉન્ટર પરથી લેવામાં એકસમાન નિયમ રહેશે

*   જો આપને સ્ટેશનથી રિફંડની રકમ મળતી નથી તો ટીડીઆર ફાઈલ કરી શકાય છે જે ત્રણ દિવસ સુધી માન્ય રહેશે

*   જો કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ મેળવી છે તો પ્રથમ ટ્રેન આવ્યાના ત્રણ કલાકની અંદર તમે બીજી ટ્રેનની ટિકિટ કેન્સર કરાવી શકો છો. રિફંડના પૈસા કાઉન્ટર પરથી લઈ શકાશે

*   ધ્યાન આપવાની બાબત એ છે કે જે સ્ટેશન પર આપની ટ્રેન પ્રથમ પહોંચે છે ત્યાંથી આપની બીજી ટ્રેન પકડવી છે તો એજ સ્ટેશન પર ટીડીઆર ફાઈલ કરવાની રહેશે

*   ધ્યાન રાખવાની બાબત એ પણ છે કે ટિકિટ કેન્સર કરાવવાના પૂર્ણ પૈસા એ વખતે જ મળશે જ્યારે ટીડીઆરમાં પ્રથમ ટ્રેનના લેટ થવાના પરિણામો બીજી ટ્રેન ન પકડવા માટેના કારણો બતાવેલા રહેશે

 

 

(7:30 pm IST)