Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

નાણાંકીય ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ગુગલના જીમેઇલ દ્વારા નાણાં ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ

નવી દિલ્હી: જીમેલ (Gmail) નો ઉપયોગ કરનારા ભારતીયો માટે સારા સમાચાર છે. Google દ્વારા ભારતીય યુઝર્સ માટે એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. ગૂગલની આ સેવા નાણાકીય ક્ષેત્રે ક્રાંતિકારી બની રહે એવી સંભાવનાઓ પણ જોવાઇ રહી છે. આ નવી સેવામાં હવે તમે જીમેલ દ્વારા નાણા ટ્રાન્સફર કરી શકશો. માત્ર એક ઇમેલ મારફતે તમે પૈસા મોકલી શકશો.

ગૂગલની આ સુવિધા ગૂગલ પે પર શરૂ કરવામાં આવી છે. વિશ્વના અન્ય દેશોમાં અગાઉથી આ સેવા ઉપયોગમાં છે. પરંતુ પહેલીવાર ભારતીય યુઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. જોકે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. શરત એટલી છે કે આ સર્વિસનો ફાયદો લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ સાથોસાથ તમારૂ Gmail એકાઉન્ટ હોવું જોઇએ. જેના મારફતે તમે તમારા મિત્રો અને પરિવારજનોને પૈસા મોકલી શકશો. જોકે હાલમાં આ સેવા માત્ર પસંદગીના લોકોને જ આપવામાં આવી છે. પરંતુ ઝડપથી બધા માટે સુવિધા શરૂ કરાશે.

એપ પર પણ સુવિધા શરૂ

ગૂગલે જીમેલથી પૈસા મોકલવા માટેનું નવું ફિચર શરૂ કર્યું છે. જેનાથી તમે ગમે તેને પૈસા મોકલી શકો છો. આ પૈસા જીમેલ એટેચમેન્ટથી મોકલી શકાશે. આ સુવિધા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. હાલમાં આ સુવિધાનો ઉપયોગ માત્ર ડેસ્ક ટોપ બ્રાઉઝર પર જ ઉપલબ્ધ હતી. જોકે હવે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એપ મારફતે શરૂ કરવામાં આવી છે. તમને જણાવીએ કે, ઇ-મેલ મારફતે પૈસા મોકલવાની પ્રક્રિયા માટે સામે જી-મેલનું જ એકાઉન્ટ જોઇએ એવું પણ નથી, માત્ર મેઇલ એકાઉન્ટ હોવું જોવું જોઇએ.

કેવી રીતે કામ કરશે એપ

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ગૂગલ પોતાના પ્લેટફોર્મને સિંક કરીને પોતાના યુઝર્સને આ ફાયદો આપવા ઇચ્છે છે. કંપોઝ મેઇલ એટલે કે મેઇલ કરવા માટે જ્યારે તમે પોતાનું મેઇલ બોક્સ ખોલશો તો એમાં એટેચમેન્ટવાળા ટુલબારમાં ડોલર આઇકન દેખાશે. આ વિકલ્પ ત્યારે સામે આવશે જ્યારે તમારા જીમેઇલ એકાઉન્ટ પર ઓફર કરાયો હોય. ડોલર આઇકન પર ક્લિક કરતાં જ તમારી સામે ગૂગલ પે બોક્સ ખુલીને સામે આવશે. જે બાદ તમે ગૂગલ વોલેટથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

દુનિયામાં ગમે ત્યાં મોકલો

ગૂગલ પેની મદદથી જીમેઇલ દ્વારા તમે આખી દુનિયામાં ગમે ત્યાં પૈસા મોકલી શકો છો. એવું જરૂરી નથી કે તમે જેને પૈસા ટ્રાન્સફર કરો છો એની પાસે જીમેઇલનું એકાઉન્ટ હોય અને એપ હોય. આ પૈસા એપ અને વેબ બંને પ્લેટફોર્મથી રિસીવ કરી શકાશે.

IoS પર શરૂ થશે સેવા

જીમેલથી પૈસા મોકલવા માટે તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે. જોકે આ સુવિધા IoS એટલે કે આઇફોન યૂઝર્સ માટે નથી. જોકે સત્વરે આ સેવા આઇઓએસ પ્લેટફોર્મ પર પણ શરૂ કરવામાં આવશે.

(4:43 pm IST)