Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યું ૪ વર્ષની આ બાળકીએ, IQ ૧૪૦

લંડન તા.૧૬: બ્રિટનના બકિંગહેમહર ના ઇવર શહેરમાં રહેતી ચાર વર્ષની અલાના જર્યોજ નામની ટબુકડીએ વિશ્વના સોૈથી સ્માર્ટ લોકોની સોસાયટી મેન્સામાં સ્થાન મેળવ્યું છે. તે સુપરજિનિયસ છે અને તેનો ઇન્ટેલિજન્સ કવોશન્ટ (આઇકયુ) ૧૪૦ રહ્યો હતો. સામાન્ય રીતે ચાર વર્ષના બાળકોનો આઇકયુ ૯૦ થી ૧૧૦ની વચ્ચે હોય છે, પરંતુ અલાના તેની ઉંમર કરતાં અનેકગણી હોશિયાર છે. મેન્સાની ટેસ્ટ માટે અલાનાને સાત વર્ષના બાળકને પુછવામાં આવે એ સવાલો પુછવામાં આવ્યા હતા અને એ સવાલો પાર કરીને મેન્સા સોસાયટીની બીજા નંબરની સોૈથી યંગ મેમ્બર બની ગઇ છે. તેના પેરન્ટ્સ નાદીન અને એડમન્ડનું કહેવંુ છે કે તે જાતે જ વાંચતા શીખી છે. સ્કૂલમાં જતાં પહેલાં તે મોટા ફકરાઓ વાંચતી થઇ ગઇ હતી. દોઢ વર્ષની ઉંમરે તે નર્સરીનાં જોડકણા અને નંબર્સ કડકડાટ બોલતી હતી. બે વર્ષની હતી ત્યારથી તે પોતાની મેળે યુટયુબ પર એન્ડલેસ નંબર્સ જેવા શો જોવા લાગી હતી.

મેન્શા શું છે?

લગભગ ૭૨ વર્ષ પહેલાં જિનિયસ લોકોની સોસાયટીની સ્થાપના થઇ હતી જેમાં માત્ર સુપરસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. આ સોસાયટીમાં દુનિયાની કુલ વસ્તીના માત્ર બે ટકા લોકો જ હિસ્સો બની શકયા છે. મેન્સા દ્વારા બોૈદ્ધિક ક્ષમતાની ખાસ ટેસ્ટ લેવામાં આવે છે. અને એમાં ૯૮ પર્સન્ટાઇલ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. હાલમાં આ ગ્રુપમાં આશરે ૧,૩૪,૦૦૦ લોકો  છે જેમની ગણના સુપરસ્માર્ટ લોકોમાં થાય છે. સૌથી નાનો મેમ્બર અઢી વર્ષનો છે અને સૌથી વયસ્ક મેમ્બર ૧૦૩ વર્ષના છે.

(3:39 pm IST)