Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ત્રણ આતંકવાદી કમાન્ડરોને સોંપવાથી શું તુટશે કાશ્મીરી આતંકવાદની કમર?

ભારતે સોંપેલ યાદીમાં મસૂદ અઝહર, હફીઝ મોહમ્મદ સઇદ અને સઇદ સલાહુદીનના નામો

જમ્મુ તા. ૧૬ :.. કાશ્મીરમાં ૩૦ વર્ષથી ફેલાયેલ આતંકવાદની આગને માત્ર ત્રણ લોકો બુઝાવી શકે તે વાત પર વિશ્વાસ નથી થતો પણ એ સત્ય છે કે કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ માટે જવાબદાર ત્રણ આતંકવાદી કમાન્ડરોની ગીરફતારી થી જ કાશ્મીરમાં આતંક જવાળા ઠંડી થઇ શકે છે. આ તરણે કમાન્ડરો અત્યારે પાકિસ્તાનમાં છે. ભારતે પાકિસ્તાનને કેટલીય વાર સોંપેલી યાદીમાં આ ત્રણેના નામ ટોચ પર છે.

આ ત્રણ આતંકવાદી કમાન્ડરો છે, જૈશ -એ મુહમ્મદના સર્વે સર્વા મૌલાના મસૂદ અઝહર, લશ્કરે તૌયબાને ચલાવનાર હફીઝ મુહમ્મદ સઇદ અને હિજબુલ મુજાહીદીનનો સુપ્રિમ કમાન્ડર સઇદ સલાહુદીન આ ત્રણે માટે જમ્મુ-કાશ્મીર પોલીસનું માનવું છે કે જો પાકિસ્તાન આ ત્રણેને ભારતને સોંપી દે તો કાશ્મીરમાં આતંકવાદની કમર સંપૂર્ણ રીતે નહી તો ૯૦ ટકા તો જરૂર તુટી જાય.

આ ત્રણે આતંકવાદીઓ વિરૂધ્ધ કાશ્મીરમાં ઘણા કેસ છે. કેટલાકમાં તેમનો પ્રત્યક્ષ હાથ છે કેટલાકમાં તેનો હાથ અપ્રત્યક્ષ છે. કાશ્મીર પોલીસના ડીજીપી રાજેન્દ્રન ના કહેવા પ્રમાણે આ ત્રણ સંગઠનોના ત્રણે કમાન્ડર કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ માટે સંપૂર્ણ પણે જવાબદાર છે. કાશ્મીરમાં આજે આ ત્રણ સંગઠન જ સક્રિય છે બાકીનાનો સફાયો થઇ ગયો છે.

આ ત્રણ આતંકવાદીઓનું પ્રત્યર્પણ આતંકવાદના ખાતમા માટે કેવી રીતે જવાબદાર બને તેવા પ્રશ્નના જવાબમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીનો મત હતો કે, 'આતંકવાદીઓ માટે નેતા એક બળના રૂપે હોય છે અને નેતાનું મોત તેનું મનોબળ તોડી નાખે છે. આવા જ હાલ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓના થઇ શકે જો પાકિસ્તાન આ ત્રણે કમાન્ડરો ભારતને સોંપી છે.'

(3:37 pm IST)