Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

૧૦ એજન્સીઓ દરેક કોમ્પ્યુટર ઉપર નજર રાખી રહી છે

કેન્દ્રનો સાયબર સુરક્ષા મામલે સુપ્રીમમાં જવાબ

નવી દિલ્હી તા.૧૬: આ અંગે કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ દાખલ અરજીના જવાબમાં ડેટા સંગ્રહણ માટે એસઓપી સહિતની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો છે. સરકાર તરફથી ૨૦૧૧માં આ સંબંધમાં સ્થાપિત પ્રોટોકોલ અંગે પણ જણાવ્યું હતું. સરકારે દાવો કર્યો છે કે કાયદા હેઠળ સુરક્ષાને જોતા કરવામાં આવેલ ઉપાય કાયદેસર છે.

સરકારે જે પ્રણાલીનો ઉલ્લેખ કર્યો છે, એવી પ્રણાલીનો ઉપયોગ ટેલીગ્રાફ અધિનિયમ હેઠળ ટેલીફોન ટેપ કરવા માટે પણ કરવામાં આવે છે. આ પહેલા ડિસેમ્બર-૨૦૧૮માં ગૃહ મંત્રાલયે એક અધિસુચના જાહેર કરતા ૧૦ એજન્સીઓને અધિકાર આપેલ કે તે કોઇપણ કોમ્પ્યુટરનો ડેટા ચેક કરી શકે છે. આ કેન્દ્રીય એજન્સીઓ કોઇપણ કોમ્પ્યુટરના મળેલ કે આવેલ ડેટા સહિત કોઇપણ પ્રકારની જાણકારી મેળવી શકે છે. ત્યારબાદ તેનો મોટા પાયે વિરોધ થયેલ.

સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજી દાખલ કરી તેને પડકારવામાં પણ આવેલ. જેમાં એડવોકેટ એમ.એલ. શર્મા તરફથી દાખલ કરાયેલ અરજીમાં જણાવાયેલ કે ૨૦ ડિસેમ્બરે સરકાર તરફથી જાહેર કરાયેલ આદેશ લોકોની નીજીતાનું ઉલ્લંઘન છે.

(3:37 pm IST)