Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

આજે BJP ખોલશે પોતાના 'પત્તા': ૧૦૦ ઉમેદવારોની યાદીમાં સૌથી ઉપર હશે મોદીનું નામ

આજે આવનારી લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે તેઓ વારાણસીની સીટ પરથી ચૂંટણી લડશે

નવી દિલ્હી તા. ૧૬ : ભાજપની સંસદીય દળની બેઠક આજે છે. આ બેઠક પછી પાર્ટીના લગભગ ૧૦૦ ઉમેદવારોના નામની જાહેરાત થઇ શકે છે. આ લિસ્ટમાં પહેલા તબક્કાના વોટિંગ ઉમેદવારોની સીટ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની પણ જાહેરાત કરી શકે છે. કહેવાઇ રહ્યુ છે કે, આજે આવનારી લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર હશે અને આ વખતે તેઓ વારાણસીની સીટ પરથી ચૂંટણી લડશે. ત્યારે ભાજપ બિહારના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી શકે છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભૂપેન્દ્ર યાદવની સાથે મુલાકાત કરી. ભાજપની કોર ગ્રુપની બેઠક પછી બિહાર એનડીએ ૪૦ સીટ પરના ઉમેદવારોની લિસ્ટ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. બિહારની ૪૦ સીટો પર ભાજપ, જેડીયુ અને એલજેપી વચ્ચે ૧૭-૧૭-૬ સીટોની ફોર્મૂલા તૈયાર થઇ છે.

વાસ્તવમાં ૨૦૧૪માં ભાજપ અને જેડીયૂએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, આ વખતે સમીકરણ બદલાઇ ગયુ છે. નીતિશના એનડીએમાં આવતા બિહારમાં ઉમેદવારોની નવી લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. ગત ચૂંટણીમાં જેડીયૂ જીતી હતી અને ભાજપની હારેલી સીટ આ વખતે જેડીયૂને આપવામાં આવી છે. આ સાથે જ એનડીએ જીતી પાંચ સીટને પણ જેડીયૂના ખાતામાં જોડી દેવામાં આવી છે.

ગત ચૂંટણીમાં જેડીયૂએ જીતેલી અને ભાજપે હારેલી સીટને જેડીયૂને આપી દેવામાં આવી છે. ત્યારે એનડીએ દ્વારા જીતવામાં આવેલી પાંચ સીટ જેડીયૂને આપવામાં આવી છે. મુગેરની સિટિંગ એલજેપી સીટ જેડીયૂને મળી શકે છે. જયારે બેગૂસરાયની સાથે ફેરબદલ કરવામાં આવી શકે છે. ભાજપે પોતાની સીટિંગ સીટ બેગૂસરાય જેડીયૂને આપી છે, જયારે મૂંગેરમાં જેડીયૂએ એલજેપીની સાથે સીટનો ફેરબદલ કરી છે. ગત ચૂંટણીમાં ભાગલપુરમાં હારેલી સીટ ભાજપે જેડીયૂની સાથે પોતાની જીતેલી ઝંઝારપુરની સીટ સાથે ફેરબદલ કરી છે. હારેલી સીટ ભાગલપુર આપવાની જગ્યાએ જીતેલી સીટ ઝંઝારપુર જેડીયૂને આપી રહી છે.

બિહાર જ નહી ભાજપ બીજા રાજયોની ૧૦૦ સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. બની શકે કે ભ્પ્ મોદીની સીટ પણ જાહેરાત થઇ શકે છે. હાલમાં પ્રધાનમંત્રી મોદી વારાણસીના સાસંદ છે. ગત દિવસોમાં અટકળો લગાવવામાં આવી રહી છે ભ્પ્ મોદી ઓડિશાની પૂરીથી પણ ચૂંટણીના મેદાનમાં આવી શકે છે. આ લિસ્ટમાં મોદીની સાથે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, રાધામોહન સિંહની ટિકિટોની પણ જાહેરાત થઇ શકે છે.

(3:30 pm IST)