Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કરતારપુર સાહિબ દર્શન માટે ભારતીય શ્રધ્ધાળુઓ પાસે પૈસા ઉઘરાવશે પાકિસ્તાન

કોરીડોરની પાંચ માંગણીનો અસ્વિકાર : ફરી ૨જી એપ્રિલે વાઘામાં બેઠક

ચંડીગઢ તા. ૧૬ : કરતારપુર કોરિડોર બાબતે પાકિસ્તાનનું બેવડું વલણ જોવા મળ્યું છે. આ મુદ્દે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતની વાતોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો.ઙ્ગફરી ૨ એપ્રિલે વાઘામાં બેઠક યોજાશે.

ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ જે ભારતીય ડેલિગેશન મીટિંગમાં જોડાયું હતું એણે પોતાના શ્રધ્ધાળુઓને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પાકિસ્તાન સમક્ષ રજુ કરી હતી, જેને માનવાનો પાકિસ્તાને ઇન્કાર કરી દીધો હતો.

આ મુદ્દે ભારતની લાગણીને વ્યકત કરતી પાંચ માગણીઓ આ પ્રમાણે છે. જેમાં ભારતે કહ્યું કે દરરોજ ૫૦૦૦ યાત્રિકો કરતારપુર સાહિબના દર્શન કરશે. પાકિસ્તાન આ સંખ્યા ૫૦૦ શ્રધ્ધાળુ સુધી મર્યાદિત રાખવા માગે છે.  બધા જ ભારતીય નાગરિકો અને ઓસીઆઈ કાર્ડધારક કરતારપુર સાહિબના દર્શન કરવા જાય, પાકિસ્તાન કહે છે કે ફકત શીખ શ્રધ્ધાળુઓ જ કરતારપુર સાહિબના દર્શન કરવા આવે. ભારતે કહ્યું કે એક પરિવાર અથવા એક ગુ્રપ જેમાં ગમે એટલા સભ્યો હોય, એને કરતાપુર સાહેબના દર્શન માટે પાકિસ્તાન મંજૂરી આપે. પાકિસ્તાન આ ગુ્રપમાં ફકત ૧૫ શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિ જઙ્ગ ઈચ્છે છે.

(3:26 pm IST)