Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીએ પેપરના જવાબમાં લખ્યું કે પાકિસ્તાન સામે બદલો લેવા જાઉં છે મને પાસ કરી દો ,

ઉત્તર પ્રદેશમાં 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે બાળકો પરીક્ષામાં પેપરમાં પ્રશ્નોના જવાબો સાથે સાથે કંઈક વિશેષ જવાબો આપતા હોય છે. આ વખતે પણ પેપરમાં બાળકોએ એ પ્રકારનાં જવાબો આપ્યા છે.

    મીડિયા અહેવાલ અનુસાર તાજેતરની પરિક્ષામાં વિદ્યાર્થીએ તેના પેપરનાં જવાબમાં લખ્યું કે “સર મારા મામા સેનામાં હતા, તે શહીદ થયા છે. માટે મારે પાકિસ્તાન બદલો લેવા જવો છે તેથી કૃપા કરીને પરીક્ષામાં મને પાસ કરી દો. વિદ્યાર્થીઓ પાસ થવા માટે આવી વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવતા જોવા મળે છે.

(2:22 pm IST)