Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

પક્ષપલ્ટાની રાજનીતિ પૂરબહારમાં ખીલી :મનીષ ખંડૂરી કોંગ્રેસમાં અને જેડીએસના મહાસચિવ ભાજપમાં જોડાયા

ઉત્તરાખંડના પૂર્વ સીએમના સાંસદ પુત્રને રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો

નવી દિલ્હી :ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને ભાજપના સાંસદ બીસી ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થયા. દહેરાદુનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ મનીષ ખંડૂરીને ખેસ ધારણ કરાવ્યો હતો. કોંગ્રેસમાં સામેલ થયા બાદ મનીષ ખંડૂરીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યુ હતુ. મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થતાની સાથે પૌડી બેઠકના સમીકરણ પર બદલાઈ શકે છે

મનીષ ખંડૂરીએ દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ સામાજિક કલ્યાણ સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

   લોકસભાની ચૂંટણી પહેલા જેડીએસને મોટો ઝાટકો લાગ્યો છે. જેડીએસના મહાસચિવ અને પાર્ટીના દિગ્ગજ નેતા દાનિશ અલી જેડીએસ છોડી બસપામાં સામેલ થયા છે. દાનિશ અલી એ નેતાઓમાંથી એક છે જેમણે કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બેઠકની વેચણી માટે સમજૂતિ કરાવી હતી. જોકે, હવે તેઓ જેડીએસને અલવિદા કહીને બસપામાં સામેલ થયા છે.

(2:16 pm IST)