Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

તામિલનાડુના મંદિરમાં કમળની રંગોળી : આચાર સંહિતાનું ઉલ્લઘંન ! : ચૂંટણી પંચ દ્વારા ભૂસી નાખી

વિરૂધૂનગર જિલ્લાના શ્રીવિલ્લીપુથુર મંદિરમાં કમળનાં ફૂલનીરંગોળી બનાવાઈ હતી

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાતથી તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી છે તામિલનાડુના વિરૂધૂનગર જિલ્લાના શ્રીવિલ્લીપુથુર મંદિરમાં બનાવેલી કમળનાં ફૂલની રંગોળીને ભારતના ચૂંટણી પંચ દ્વારા ભૂંસી નાખવામાં આવી છે. કારણ કે કમળનું ફૂલ એ ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રતીક છે.

   એવું મનાઈ રહયું છે કે આ રંગોળી એ આચાર સંહિતાનું ઉલ્લઘંન છે. અને આખી રંગોળીને સફેદ પટ્ટાથી ઢાંકી દીધી છે. તો વળી સામે મંદિરે પ્રશાસનની આકરી ટિપ્પણી કરી છે.

  ચૂંટણીની આચાર સંહિતા મુજબ ચૂંટણી પ્રચાર માટે કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તે જ સમયે હિન્દુ સંગઠનોએ તેની નિંદા કરી અને કહ્યું કે કમળ ભગવાન લક્ષ્મીનું બેઠક સ્થાન પણ છે. જિલ્લાના અધિકારીઓએ આ બાબતની તપાસ કરવાનું કહ્યું છે

(1:02 pm IST)