Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

દેશભરમાં રાજકીય ગરમાવો : જોડતોડ - ગઠબંધન - ટિકિટ વ્હેંચણીની મોસમ

બંગાળથી લઇને ગુજરાત સુધી અને કાશ્મીરથી લઇને દક્ષિણના રાજ્યો સુધી પ્રાદેશિક પક્ષો સાથે રાષ્ટ્રીય પક્ષો - ભાજપ - કોંગ્રેસ ઘડી રહ્યા છે રણનીતિઃ સામ - દામ - દંડની રીતરસમ : દબાણની રાજનીતિ : ઉમેદવારો જાહેર થવાનું પણ શરૂ થયું

નવી દિલ્હી તા. ૧૬ : દેશભરમાં લોકસભા ચૂંટણી તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. તેની સાથે જ વિવિધ રાજનૈતિક દળો વચ્ચે ટિકિટોની જોડતોડ અને ગઠબંધન અંગે ટિકિટ ફાળવણી અંગેની અટકળો તેજ બની છે. બંગાળથી માંડીને ગુરાત સુધી અને કાશ્મીરથી માંડીને દક્ષિણના રાજયો સુધી ક્ષેત્રીય દળોની સાથે રાષ્ટ્રીય પક્ષો-કોંગ્રેસ અને બીજેપીના ગઠબંધનના સ્વરૂપ અંગે નેતા પોતાની કવાયત અને રણનીતી ઘડવામાં લાગ્યા છે.રાજનૈતિક દળોમાં ટિકિટ ફાળવણી અને દળો વચ્ચે તાલમેલ અંગે જોડતોડ સામે આવવા લાગી છે. ગઠબંધનના સ્વરૂપે ઉભરવા પહેલા દળોને એક બીજા પર દબાણ બનાવાના ક્રમમાં ચર્ચિત સીટો પર ઉમેદવારોના નામ ઘોષિત કરવાનું શરૂ કર્યું છે. ઉત્તરપ્રદેશ રાજનૈતિક ગતિવિધિઓના કેન્દ્રમાં બની રહ્યું હોય, અને સાથે જ રાજયોમાં સમીકરણના પતા ખુલવા લાગ્યા છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષના પૂર્વઘોષિત ગઠબંધનની સાથે કોંગ્રેસની તાલમેલના ફોર્મ્યુલા પર નેતા મહેનત કરી રહયા છે. આ બધાની વચ્ચે સપના આગામી લોકસભા ચૂંટણી માટે તેમના વધુ પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન સહયોગી સપા, બસપા અને રાલોદે એપ્રિલના પહેલા સપ્તાહ પહેલા સંયુકત રેલીઓ કરવાનું એલાન કર્યું છે. સપાના રાષ્ટ્રીય સાચી તેમજ પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે સંયુકત રેલીઓથી એ સંદેશ ફેલાશે કે ગઠબંધનમાં સામેલ દળોના કાર્યકર્તા એક જુટ છે. અને તે બીજેપીના સફળતાને નિષ્ફળતામાં બદલવા તૈયાર છે. ચૌધરીએ જણાવ્યું કે સ્પા અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપા મુખિયા માયાવતી અને રાલોદ પ્રમુખ ચૌધરી અજિત સિંહની સંયુકત રેલીઓ સતત ચાલુ જ રહેશે.

બીજી બાજુ તેમના ગઠબંધનના સહયોગીઓને પહોંચી વળવા માટે બીજેપીએ ઉત્તરપ્રદેશની તેમની સહયોગી પાર્ટી તેમના પક્ષને ઉત્તપ્રદેશની મિર્જાપુર સહિત બે લોકસભા સીટો આપવાનું એલાન કરવામાં આવ્યું છે.  સાથેજ નેતાઓના પક્ષ પલટાની મોસમ પણ પુરબહારમાં ખીલી છે. બીજેપીની જમ્મુ-કાશ્મીર એકમે કહ્યું કે તેને રાજયની છ સંસદીય સીટો પર તેમના ઉમેદવાર નક્કી કરી લીધા છે. અને તે યાદી દિલ્હીમાં પામક્ષનાં સંસદીય બોર્ડને સોંપવામા આવશે બીજેપી ઉપાધ્યક્ષ તેમજ રાજય પ્રભારી અવિનાશ રાયની અધ્યક્ષતામાં પક્ષની રાજય ચૂંટણી સમિતિની એક બેઠકમા આ નામો નક્કી કરવામાં આવ્યા છે.

(11:27 am IST)