Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કોર્ટમાં થઇ'તી એક અજબગજબની અરજી

ભારતીય મુસ્લીમોને પાકિસ્તાન મોકલવાની માગણી કરતી અરજી ફગાવી દેતી સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા.૧૬: સુપ્રિમકોર્ટમાં એક વિચીત્ર અરજી દ્વારા ભારતીય મુસલમાનોને પાકિસ્તાન ભેગા કરી દેવાની માંગણી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ પ્રકારની અરજી ઉપર સખત વાંધો ઉઠાવીને તેને ફગાવી દીધી હતી. જસ્ટીસ આર એફ નરીમાનની અધ્યક્ષતા વાળી બેંચે અરજદાર તરફથી લડતા વકીલને પુછયું કે આ કેવા પ્રકારની અરજી છે. તમને ખબર છે કે તમે અરજીમાં શું માગણી કરી છે.ઙ્ગ બેંચે વકીલને કહ્યું કે શું તમે તમારી માગણીના અનુસંધાને દલીલો કરવા તૈયાર છો? અમે તમારી દલીલો સાંભળવા તૈયાર છીએ પણ તમે આનો અંજામ ભોગવવા તૈયાર રહેજો, કોર્ટનું વલણ જોતા વકીલે દલીલો ન કરવાનું જ મુનાસિબ માન્યું. ત્યાર પછી કોર્ટે આ અરજી રદ કરી નાખી હતી.

(11:25 am IST)