Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રાહુલ આ ટેક્ષને ગણાવી રહ્યા છે 'ગબ્બરસિંહ ટેક્ષ' જીએસટી કાઉન્સિલ માટે મનમોહને અરૂણ જેટલીને આપ્યો એવોર્ડ

નવી દિલ્હી તા. ૧૬ : રાજનૈતિક મતભેદોથી અલગ દિલ્હીમાં એક એવોર્ડ સમારોહમાં અલગ જ નજારો જોવા મળ્યો. નાણામંત્રી અરૂણજેટલી એવોર્ડ લઇ રહ્યા છે અને એવોર્ડ આપનારા હતા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ. મીડિયા ગ્રુપ હિન્દૂ બિઝનેસ લાઈન તરફથી આયોજિત ચેન્જમેકર એવોર્ડસમા જીએસટી કાઉન્સિલને ચેન્જમેકર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો. નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાઉન્સિલના ચેરમેન તરીકે આ એવોર્ડ રિસિવ કર્યો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જીએસટીને લાગુ કરવાની રીતથી અત્યંત હુમલાવર રહ્યા છે. રાહુલ ગાંધી જીએસટીની તુલના ગબ્બર સિંહ ટેક્ષ સાથે કરી ચુકયા છે.

પૂર્વ પીએમ મનમોહનસિંહ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા.જયારે જીએસટી કાઉન્સિલ તરફથી જેટલી એવોર્ડ લેવા આવ્યા તો મંચ પર જોરદાર નજારો જોવા મળ્યો.જીએસટી કાઉન્સિલને આ એવોર્ડ વન નેશન વન ટેક્ષની દિશામાં એકમ કરવા માટે આપવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલના સંઘવાદના સિદ્ઘાંતપ પર કામ કરીને વિવિધ રાજનૈતિક દળો એક છત નીચે લાવવામાં આવ્યો અને જીએસટીના સંપૂર્ણ દેશમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની સફળતાનું સૌથી સારું ઉદાહરણ એ છે કે તેને વિવાદાસ્પદ અથવા અસહમતીના જેટલા પણ મુદ્દા આવ્યા દરેક સભ્યોએ સાથે મળીને જ તેનું સમાધાન કરવામાં આવ્યુ. જીએસટી કાઉન્સિલના ચેરમેન હોવાના કારણે નાણમંત્રી અરૂણ જેટલીએ આ એવોર્ડને ગ્રહણ કર્યો.

(2:25 pm IST)
  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • જનતાને સાવધાન રહેવાની જરૂર :નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે ભાજપ અને મોદી: બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, જનતાને સાવધાન રહેવાની જરૂર છે access_time 12:51 am IST

  • અમદાવાદ:એરપોર્ટ પરથી ઝડપાયું સોનુ :દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમની ટીમે ઝડપી પાડ્યું :દુબઇ અને શારજહાંથી આવતી વિવિધ ફ્લાઇટ્સમાંથી પકડાયું સોનુ :યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ લઈને આવી હતી access_time 2:09 pm IST