Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

એટીએમમાંથી કાર્ડ વગર કાઢી શકાશે પૈસા : SBIની નવી સુવિધા

નવી દિલ્હી તા. ૧૬ : દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત SBIના ગ્રાહકો હવે કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ, એટીએમમાંથી પૈસા કાઢી શકશે. SBIએ આ સુવિધાને YONO Cash નામ આપ્યું છે. SBIના ગ્રાહકો દેશભરમાં ૧૬,૫૦૦ એટીએમ પર આ સુવિધાનો લાભ લઈ શકે છે.

SBIની આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટ ફોનમાં YONO એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ પર ગ્રાહકોને એક ૬ ડિજિટનો YONO પિન સેટ કરવો પડશે. જયારે કોઈ ગ્રાહક આ એપ્લિકેશનની સહાયતાથી પૈસા કાઢવા માટે અનુરોધ કરશે, ત્યારે તેના મોબાઈલ પર એક એસએમએસ દ્વારા ૬ ડિજિટનો એક રેફરન્સ નંબર આવશે. આ રેફરન્સ નંબર અને YONO પિનની મદદથી ગ્રાહક પોતાના નજીકના એટીએમમાંથી ૩૦ મીનિટની અંદર YONO Cash Point થી કેશ કાઢી શકશે. ભારતીય સ્ટેટ બેંક કાર્ડલેસ કેશની સુવિધા પ્રદાન કરનારી દેશની પ્રથમ બેંક બની ગઈ છે.

નવેમ્બર ૨૦૧૭ YONO App લોન્ચ કરી હતી. આજે દેશમાં YONO App ફાઈનાન્શિયલ અને લાઈફસ્ટાઈલ સેવાઓ આપનારી સર્વશ્રેષ્ઠ બેંક બની ગઈ છે. આના પર આશરે ૮૫ ઈ-કોમર્સ કંપનીઓ લિસ્ટેડ છે, જયાંથી એસબીઆઈ ગ્રાહક પોતાના માટે ખરીદી કરી શકે છે. સ્ટેટ બેંક અનુસાર ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી આશરે ૧.૮ કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને આના ૭૦ લાખથી વધારે એકિટવ યૂઝર છે. YONO App એન્ડ્રોયડ અને ISO બંન્ને પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે.(૨૧.૬)

(10:31 am IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST