Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બાથરૂમમાં લોહીથી લથપથ મળી YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની લાશ : હત્યાની આશંકા

વાયએસઆર કોંગ્રેસે આ કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી

નવી દિલ્હી તા. ૧૬ : પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ. વિવેકાનંદ રેડ્ડી (૬૮) શુક્રવારે તેમના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ખાનગી સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ ૧૭૪ હેઠળ અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કર્યો છે અને તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે વિવેકાનંદ રેડ્ડી ગુરુવારે મયદુકુરુ વિધાનસભા ક્ષેત્રમાં વાયએસઆરસી ઉમેદવાર એસ રઘુરામી રેડ્ડી માટે એક ચૂંટણી અભિયાન કરીને ઘરે પાછા આવ્યા હતા. ત્યારબાદ તેમના મોત થઈ ગયા. તેમના ખાનગી સહાયકે તેમને વાઙ્ખશ રૂમમાં જોયા હતા. તે પોતાના પુલિવેંદુલા ઘરમાં એકલા રહેતા હતા અને તેમની પત્ની પોતાની પુત્રી અને જમાઈ સાથે અમેરિકામાં હતા. વિવેકાનંદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના નાના ભાઈ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે. તેમની પુત્રી સુનિથા અમેરિકામાં ડોકટર છે.

પૂર્વ સાંસદ બાથરૂમમાં લોહીથી લથપથ મળી આવ્યા. ખાનગી સહાયકે કહ્યુ કે તેમને માથા પર ઈજા થઈ હતી. તેમનુ શબ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યુ છે. વિવેકાનંદ રેડ્ડીના ભત્રીજા અને પૂર્વ સાંસદ વાઈ એસ અવિનાશ રેડ્ડીએ આને અસ્વાભાવિક મોત ગણાવીને તેની વિસ્તૃત તપાસની માંગ કરી છે. અવિનાશ રેડ્ડીએ પુલીવેંદુલામાં કહ્યુ કે તેમના માથા પર ઈજામાં બે નિશાન છે. એક સામે છે અને એક પાછળ. મોતનું કારણ જાણવા માટે વિસ્તૃત તપાસની જરૂર છે. તેમની હત્યાનું ષડયંત્ર હોઈ શકે છે, વાયએસઆર કોંગ્રેસે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.

(10:30 am IST)