Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઇઝરાયલે ગાજા પર કરી એર સ્ટ્રાઇક : ૧૦૦ ઠેકાણાં પર ફેંકી મિસાઇલ

ઇઝરાયલના વિમાનોએ હમાસની સુરક્ષા ચોકિયો પર બોમ્બ મારો કર્યો : ઇઝરાયલી સેનાએ પણ આની પુષ્ટી કરી

નવી દિલ્હી તા. ૧૬ : ઈઝરાયલની સેનાએ ગાજામાં ૧૦૦ ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી દીધી છે. ઈઝરાયલે આ કાર્યવાહી તેની રાજધાની તેલ અવીવ પર થયેલા ૪ રોકેટ હુમલા બાદ કરી છે. જોકે, આમાંથી ૩ મિસાઈલની રોકેટ ડિફેન્સ સિસ્ટમે પાડી દીધી.

AFPના સમાચાર અનુસાર, ઈઝરાયલના વિમાનોએ હમાસની સુરક્ષા ચોકિયો પર બોમ્બ મારો કર્યો. ઈઝરાયલી સેનાએ પણ આની પુષ્ટી કરી છે. ઈઝરાયલી સેનાનો દાવો છે કે, તેમણે હમાસના ૧૦૦ મિલેટ્રી ટોર્ગેટ પર હુમલો કર્યો છે.

ઈઝરાયલી સેનાએ જાણકારી આપી છે કે, એર સ્ટ્રાઈક દક્ષિણી ગાજાના ખાન યુનિસ વિસ્તારમાં થઈ, જે ગાજા સિટીથી ૨૫ કિમી દૂર દક્ષિણમાં છે.

ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર ૨૦૧૪ બાદ પહેલી વખત રોકેટ હુમલો થયો અને ૯ એપ્રિલે ઈઝરાયલમાં ચૂંટણી પણ છે, ત્યારબાદ ઈઝરાયલી સેનાએ આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પણ ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં ૨૦૦થી વધારે આતંકી ઠાર થયા હતા.

(10:32 am IST)