Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કન બાદ શશિ થરૂરનાં માસા-માસીએ પણ ભાજપનું સભયપદ ગ્રહણ કર્યું

લાંબા સમયથી તેઓ ભાજપની વિચારધારાનું અનુસરણ કરી રહ્યા હતા

 

કોચ્ચિ : કોંગ્રેસ પ્રવક્તા ટૉમ વડક્કનનાં ભાજપમાં જોડાયા બાદ તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ  શશિ થરુરના માસા-માસીએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે થરૂરની માંના બહેન, શોભના શસિકુમાર અને તેમનાં પતિ શશિકુમાર તથા 13 અન્ય લોકો ભાજપમાં જોડાઇ ગયા. ભાજપનાં રાજ્ય અધ્યક્ષ પી.એસ શ્રીધર પિલ્લેએ તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું. થરૂરનાં માસા - માસીએ કહ્યું કે, એક લાંબા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું અનુસરણ કરી રહ્યા હતા

લોકસભા ચૂંટણી 2019ના સમરમાં કોંગ્રેસ પ્રવક્તા ટોમ વડક્કને ભાજપનો હાથ પકડી લીધો હતો. કેરળમાં શશિ થરુર કોંગ્રેસનાં મોટા નેતાઓ પૈકી એક છે. તેઓ હાલ તિરુવનંતપુરમના સાંસદ છે. ભાજપ લાંબા સમયથી સીટ પર નજર છે. વખતે તેઓ તેની સામે મજબુત ઉમેદવાર ઉતારી શકે છે. એવી પણ ચર્ચા છે કે હાલમાં મિઝોરમના રાજ્યપાલ પદથી રાજીનામું આપનારા કુમ્માનમ રાજશેખરન અહીંથી ચૂંટણી લડી શકે છે. પદ સંભાળ્યાનાં 10 મહિનામાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

  આરએસએસનાં નિષ્ઠાવાન વ્યક્તિત્વ માનવામાં આવતા ભાજપનાં પ્રદેશ એકમના પુર્વ પ્રમુખ રાજશેખરન (65)ને કેરળમાં લોકસબા ચૂંટણીમાં ભાજપને મજબુત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં પાર્ટી હજી સુધી ખાતુ પણ નથી ખોલી શકી. જો કે પ્રદેશ પાર્ટીના સુત્રો અનુસાર રાજ્યમાં ઘણી સંભાવનાઓ છે. રાજશેખરન બહુચર્ચિત તિરુવનંતપુરમ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પાર્ટી રાજ્યમાં આશરે 6 સીટો પર સારા પ્રદર્શનની આશા રાખી રહી છે. સીટ પણ તે પૈકી એક છે.

(12:00 am IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST

  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST