Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

પાકિસ્તાન સરકારનો કરતારપુર સાહેબ ગુરૂદ્વારાની જમીન હડપી લીધી :અતિક્રમણ વિરુદ્ધ આકરો વિરોધ નોંધાવાયો

 

નવી દિલ્હી : પાકિસ્તાન સરકારે કરતારપુર સાહેબ ગુરુદ્વારાની જમીન હડપી લેતા ભારતીય પ્રતિનિધિ મંડળે આકરો વિરોધ્ધ નોંધાવ્યો છે ભારતીય અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાને શ્રદ્ધાળુઓની સુવિધા માટે કોરિડોર વિકસિત કરવાનાં નામે કરતારપુર ગુરૂદ્વારાની જમીન ગુપ્ત રીતે હડપી લીધી અને યોજના માટે ભારતનાં મોટા ભાગના પ્રસ્તાવ પર વિરોધ કરવાની જે તેનાં બેવડા માપદંડનું ઘોતક છે.

  ભારતીય પ્રતિનિધિમંડળે ભારતમાં ગુરૂનાનક દેવનાં શ્રદ્ધાળુઓની ભાવનાઓના પ્તિકુળ પાવન શીખ સ્થળની જમીન પર ધડલ્લેથી અતિક્રમણ કરવાની વિરુદ્ધ આકરો વિરોધ નોંધાવ્યો છે. પ્રતિનિધિમંડળ પંજાબનાં ગુરદાસપુરને પાકિસ્તાનનાં કરતારપુર શીખ ધર્મસ્થળને જોડવા માટે બનનારા કોરિડોરની પદ્ધતીને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુરૂવારે પહેલા ભારત- પાકિસ્તાન બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા

  બેઠકમાં હિસ્સો લેનારા એક સરકારી અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન ખોટા વચન અને ઉંચા દાવા કરવા અને જમીની સ્તર પર કંઇ નહી કરવાની પોતાની જુની છબી ખરુ ઉતર્યું છે. કરતારપુર સાહેબ કોરિડોર પર તેનો બેવડો માપદંડ ગુરૂદ્વારાને તેની પહેલી બેઠકમાં સામે આવી ગયું છે

અધિકારીએ કહ્યું કે, જે જમીન પર અતિક્રમણ કર્યું છે, તે મહારાજા રણજીતસિંહ અને અન્ય શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહેબને દાનમાં આપી હતી. અધિકારીએ કહ્યું કે, ગુરૂદ્વારાની જમીન પાકિસ્તાન સરકારનાં કોરિડોર વિકસિત કરવાનાં નામે ચોરી છુપી હડપી લીધી. ભારતે પણ મુદ્દે લોકોની પ્રબળ ભાવનાઓ ધ્યાનમાં રાખીને જમીનને પવિત્ર ગુરૂદ્વારાને તત્કાલ પરત જવાની આકરી માંગ કરવામાં આવી.

(1:57 am IST)