Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરા ભારતની મુલાકાતે : આંધ્રપ્રદેશ ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ સાથે સ્ટેટમાં જુદા જુદા ક્ષેત્રે રોકાણોની તકો અંગે ચર્ચાઓ કરી

આંધ્રપ્રદેશ : તાજેતરમાં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશ કાલરાના નેતૃત્વ હેઠળ કેલિફોર્નિયાના  અન્ય એસેમ્બલીમેન સાથેના પ્રતિનિધિ મંડળએ  ભારતની મુલાકાત  દરમિયાન આંધ્ર પ્રદેશના ચીફ મિનિસ્ટર શ્રી ચંદ્રાબાબુ નાયડુની મુલાકાત લીધી હતી.તથા આ સ્ટેટના પાંચ શહેરો સાથે વ્યાપાર ની આપલે કરવા ચર્ચા વિચારણાઓ કરી હતી.જેમાં ખાસ કરીને વોટર મેનેજમેન્ટ ,ક્લીન એનર્જી ડેવલપમેન્ટ ,એગ્રિકલચર ,સહિતની બાબતોનો સમાવેશ થતો હતો

ઉપરાંત ભારતમાં જુદા જુદા ક્ષેત્રે રોકાણો કરવા અંગેની તકો વિષે ચર્ચા વિચારણાઓ થઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)