Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

હિમાલયના ખોળે રૂષિકેશમાં ''જશ્ને રંગ'' હોળી ઉત્સવ- ર૦ર૧ મન ભરીને માણવાનો અવસર

રાજકોટ તા.૧પ : આગામી માર્ચ મહિનામાં હિમાલયના ખોળે રૂષિકેશમાં ''જશ્ને રંગ'' હોળી ઉત્સવ-ર૦ર૧ નુ ભવ્ય આયોજન કરવામાંં આવ્યું છે.

આગામી તા. ર૬મી માર્ચના સાંજના ડીનરથી ૩૦ માર્ચના સવારના નાસ્તા સુધીની પ્રેમના રંગોની ઉજવણી સ્વચ્છ નદી કિનારે અને હિમાલયના ખોળે કરવામાં આવશે.

આ પ્રોગ્રામમાં ૪ રાત્રી અને પાંચ દિવસનું ભોજન, આવાસ અને મેડીટેશન સામેલ છે.અવનવી પધ્ધતિઓ દ્વારા મગજના ઇમોશનલ બ્લોકેજ અને ઝેરીલા વિચારોને કલર હિલીંગ દ્વારા જાણીતા કલર થેરાપીસ્ટ, મેડીટેશન માસ્ટર, રેકી હીલર અને રીલેશનશીપ કાઉન્સેલ ડો. માધવી પંચાલ દુર કરશે. શરીર, મગજ અને આત્મા વચ્ચેના સંબંધોને સમજવા, તમારો  ઓરાપાવર વધારવા અને ઇમ્યુનીટીને બુસ્ટ કરવામાં મદદરૂપ થવા ઓશો મેડીટેશન અને શ્વાચ્છો શ્વાસની કસરતો પણ શિખવા મળશે

બજેટ અનુસારના વિવિધ પેકેજો ઉપલબ્ધ છે. ડબલ શેરીંગ-૮૦૦૦/- રૂપિયા, ટ્રીપલ શેરીંગ-૬૦૦૦/- રૂપિયા, સીંગલ ટેન્ટ-પ૧૦૦/- રૂપિયાનો ચાર્જ છે સંગીત કલાકારો અને કલાસીકલ ડાન્સરો માટે સ્પેશ્યલ ઓફર છે. વધુ વિગત માટે મો.નં. ૮૩૧૯ર ૩૮૮૭ર પર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:37 am IST)