Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

મંત્રી ગિરિરાજ સિંહનાં ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ:CPI-RJD કાર્યકર્તાઓએ કર્યુ શુદ્ધિકરણ

કાર્યકરોએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ નફરતની રાજનીતિ કરે છે

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) નાં સમર્થનમાં અને પુલવામાનાં શહીદોની યાદમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે શુક્રવારે ભારતવંશી જાગૃતિ યાત્રા કાઠી હતી. સાહેબપુર કમાલથી બલિયા સુધી જાગૃતિ યાત્રા કાઠવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે આંબેડકર પાર્કમાં ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. જે બાદ સીપીઆઈ અને આરજેડીનાં નેતાઓએ પાણીથી ધોઇને ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું શુદ્ધિકરણ કર્યું હતું.

         આંબેડકરનાં પૂતળા ધોનારા કાર્યકરોએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ નફરતની રાજનીતિ કરે છે. ગિરિરાજસિંહે બાબા સાહેબની મૂર્તિ પર માલ્યાર્પણ કરી તેમને અપવિત્ર કર્યા હતા. તેથી અમે તેમને પાણીથી ધોઈને શુદ્ધ કરી દીધા છે. નોંધપાત્ર વાત એ છે કે ગિરિરાજ સિંહ બેગુસરાયનાં સાંસદ છે. તેઓ હંમેશા તેમના વિવાદો વિશે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, ગિરિરાજસિંહે દેવબંદને 'આતંકની ગંગોત્રી' ગણાવ્યા હતા. ગિરિરાજસિંહનાં આ નિવેદન પર ભારે હોબાળો મચી ગયો હતો. ગિરીરાજસિંહનાં નિવેદનમાં પણ ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગિરિરાજસિંહને સમન્સ પાઠવ્યુ છે.

(11:51 pm IST)
  • LRD અનામત વર્ગના આંદોલનકારીઓએ સરકારના નિર્ણંયને લોલીપોપ ગણાવ્યો : પરિપત્રને સંપૂર્ણ રદ કરવા માંગણી : અનામત વર્ગને હજુ અન્યાય થયાની લાગણી : આગામી દિવસોમાં આંદોલન રાજ્યવ્યાપી બનાવવા ચીમકી : આંદોલન યથાવત રાખવા હુંકાર access_time 7:48 pm IST

  • લોકતંત્રમાં અસહમતીનું સ્વાગત પરંતુ દેશને તોડવાની વાત નહિ કરી શકો : વૈંક્યા નાયડુ : ઉપરાષ્ટ્રપતિએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કરતા કહ્યું કે લોકતંત્રમાં અસહમતીનું સ્વાગત છે પરંતુ તેના નામ પર દેશને તોડવાની વાત સ્વીકાર્ય નથી access_time 12:40 am IST

  • મોન્ટેકસિંહ આહુવાલિયાનો દાવો : રાહુલ ગાંધી દ્વારા ઓર્ડિનેસની કોપી ફાડવા પર ડો,મનમોહનસિંહ હતા નારાજ : રાજીનામુ આપવા ઇચ્છતા હતા access_time 12:44 am IST