Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં બે માળની બિલ્ડિંગ ધરાસાયી : બે લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

રાહત-બચાવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

નવી દિલ્હી :રાજધાની દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં રવિવારે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીંની બે માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં હંગામો મચી ગયો હતો. ઘણા લોકો કાટમાળની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે રાહત-બચાવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે .

રવિવારે બપોરે દિલ્હીનાં ચિતરંજન પાર્ક વિસ્તારમાં એક બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં બે લોકો દબાયા હોવાની આશંકા છે. ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બપોરે 2.13 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થઇ હોવાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી.

(11:27 pm IST)