Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

પ્રિયંકા ગાંધીએ કહ્યું-ઉત્તર પ્રદેશમાં મહિલા વિરુદ્ધ વધતા અપરાધ છતાં યોગી સરકાર સરકાર મૌન

યુપીમાં રોજ મહિલાઓ વિરુદ્ધ દિલ કંપાવી દે તેવી ઘટના: સરકાર ક્યાં છે ?

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે યુપીમા દરરોજ મહિલાઓ સાથે અપરાધ થઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર ઘટના પર સરકાર મૌન છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે યુપીમાં રોજ મહિલાઓ વિરુદ્ધ દિલ કંપાવી દે તેવી ઘટનાનો ઘટી રહી છે. ફિરોઝાબાદમાં પીડીતાના પિતાની હત્યા કરી દેવામા આવી છે. સીતાપુરમા બાળકીનો બળાત્કાર કરીને હત્યા કરી દેવામા આવી છે. સરકાર ક્યાં છે ?

તેમણે આગળ લખ્યું છે કે ' ભાજપ રાજમા મહિલાઓ વિરુદ્ધ અપરાધનો ગ્રાફ વધી રહ્યો છે. પરંતુ કોઈ જવાબદારી નથી લેતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ' એટામા ઘરમા રેપ કરવાની કોશિષ કરવામા નાકામ થવા પર યુવતીનું ગળું દબાવી દીધું. સીતાપુરમા ૩ વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવામા આવી છે.ફિરોજાબાદમા રેપ પીડિતાના પિતાની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે. ચિત્રકૂટના દેવાંગના ઘાટી પાસે મહિલાનું શબ મળ્યું છે. પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે.

(10:01 pm IST)