Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

વોડાફોન - આઇડિયા પર ૧.૧ લાખ કરોડનું દેવું : રિપોર્ટ

નાણાંની ચુકવણી માટે વધુ સમય મળે તેવી માંગ : સરકારને કેટલા પૈસા આપી શકાય છે તે મામલે મુલ્યાંકન

નવીદિલ્હી, તા. ૧૬ : ભારે બોજ તથા સતત થઇ રહેલા નુકસાનના લીધે ઘોર નાણાંકીય સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા એજીઆર સરકારને બંધારણીયરીતે નાણાં ચુકવવાની તૈયારી દર્શાવી છે પરંતુ તેનું કહેવું છે કે, તે પોતાના કારોબારને એજ વખતે જારી રાખી શકે છે જ્યારે સુપ્રીમ કોર્ટ દૂર સંચાર વિભાગને ૫૩૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવા માટે આપવામાં આવેલી મહેતલમાં ઉદારતા દર્શાવવા અંગે વિચારણા કરે. વોડાફોન-આઇડિયા પર ૧.૧ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. સુપ્રીમ કોર્ટના એજીઆરના નિર્ણય પર સૌથી વધારે અસર વોડાફોન-આઇડિયા ઉપર થઇ છે. કંપનીનું કહેવું છે કે, તે આ બાબત પર મુલ્યાંકન કરી રહી છે કે, તે સરકારને કેટલા પૈસા ચુકવી શકે છે. દૂરસંચાર વિભાગને તે એજીઆર બાકી રકમની ચુકવણી કરી શકશે કે કેમ તેવી આશંકા વચ્ચે કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, કંપની નાણાં ચુકવવા માટે તૈયાર છે પરંતુ તેને હાલમાં નાણાંની ચુકવણી કરવા માટે રાહત મળે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે આપેલા આદેશમાં ત્રણ મહિનાની અંદર નાણાં ચુકવવા કહેવાયું હતું.

(8:00 pm IST)