Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

FPI દ્વારા ૨૪૬૧૭ કરોડનું માર્કેટમાં જંગી મૂડીરોકાણ થયું

ઇક્વિટીમાં ૧૦૪૨૬ કરોડનું મૂડીરોકાણ કરાયું : વિદેશી મૂડીરોકાણકાર ભારતીય બજારને લઇ આશાવાદી

નવીદિલ્હી, તા. ૧૬ : વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં નેટ ખરીદી કરી છે. શેરબજાર અને અન્ય કેટલાક સારા પરિબળોની વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જંગી રોકાણ કર્યું છે. ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકારણકારોએ ૨૪૬૧૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. બજેટ બાદ સ્થિતિ સુધરી રહી છે. બીજી બાજુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ હાલમાં તેની પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આંકડા દર્શાવે છે કે, ત્રીજી ફેબ્રુઆરીથી લઇને ૧૪મી ફેબ્રુઆરી વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૦૪૨૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટમાં ૧૪૧૯૧ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આની સાથે જ કુલ મૂડીરોકાણનો આંકડો ૨૪૬૧૭ કરોડ રૂપિયા રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી ભારતીય મૂડી માર્કેટમાં એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે.  ડિપોઝિટરી ડેટા મુજબ છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૧૨૧૨૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. કેન્દ્રીય બજેટમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે જેના લીધે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળી શકે છે. ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટને બાદ કરતા એફપીઆઈએ સમગ્ર વર્ષ દરમિયાન બાકીના મહિનાઓમાં નાણા ઠાલવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો  હતો. એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ અને ઓક્ટોબરમાં પણ રોકાણ કર્યું હતું. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી.  

આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે.

FPI દ્વારા રોકાણ.....

*    વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરીમાં ઇક્વિટીમાં ૧૦૪૨૬ કરોડનું રોકાણ કર્યું

*    ડેબ્ટમાં ૧૪૧૯૧ કરોડનું રોકાણ કરતા ફેબ્રુઆરીમાં કુલ રોકાણનો આંકડો ૨૪૬૧૭ કરોડ થયો

*    બજેટ બાદ બજારમાં રિકવરીના લીધે કારોબારીઓ આશાવાદી

*    એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર બાદથી ભારતીય માર્કેટમાં રોકાણ જારી રાખ્યું છે

*    ફેબ્રુઆરી મહિનામાં સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં રોકાણ કરાયું

*    બજેટમાં એફપીઆઈને લઇને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા

*    વિદેશી રોકાણકારો માટે ચોક્કસ સિક્યુરિટી ખોલી દેવામાં આવી

*    કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઈ માટેની રોકાણ મર્યાદા નવ ટકાથી વધારીને ૧૫ ટકા કરાઈ

*    કંપનીઓ ઉપર ડીડીટીને દૂર કરવાનો નિર્ણય કરાયો

*    ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયાનું ભારતીય મૂડી માર્કેટમાં જંગી રોકાણ પણ કરાયું હતું

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૧૬ : એફપીઆઈએ નવા વર્ષની શરૂઆત કરી છે. ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૯.......................... ૭૩૨૭૬.૬૩ કરોડ ઠલવાયા

૨૦૧૮................................. ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................... ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................... ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................... ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................... ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩........................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨........................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:57 pm IST)