Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

વારાણસી છાવણીમાં ફેરવી દેવાયું : હજારો જવાન તૈનાત

વારાણસી જિલ્લાના ૩૫૦૦ જવાનો ફરજ પર : ૧૦ કમાન્ડો ટીમ : છત ઉપર શાર્પશૂટર પણ તૈનાત હશે

નવીદિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી યાત્રાને લઇને સમગ્ર વારાણસી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. એડિશનલ પોલીસ મહાનિર્દેશક બ્રજભુષણ શર્માએ કહ્યું છે કે, વડાપ્રધાનની સુરક્ષાને લઇને તમામ સાવધાની રાખવામાં આવી રહી છે. ૧૦ કમાન્ડોની ટીમના જનપથ ઉપરાંત બહારથી ૩૦૦ ઇન્સ્પેક્ટરોની ગોઠવણ કરવામાં આવી છે. રુટ ડ્યુટી ઉપરાંત જુદા જુદા ઘરની છત ઉપર ફોર્સ તૈનાત કરવામાં આવી છે. એટીએસની અનેક ટીમો અને બોંબ નિષ્ક્રિય કરતી ટુકડીઓ પણ ગોઠવી દેવામાં આવી છે.

          આવી ૧૮થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વારાણસી જિલ્લાના ૩૫૦૦ પોલીસ અને મહિલા કોન્સ્ટેબલોની ડ્યુટી પણ લગાવવામાં આવી છે. બીજી બાજુ ૪૯ ડીએસપી સમગ્ર ટીમ ઉપર બાજનજર રાખનાર છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ખામી રહે તે માટે પહેલાથી તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. મોદીની યાત્રાને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. મોદી વિડિયો લિંકના માધ્યમથી મહાકાલ એક્સપ્રેસ ટ્રેનને રવાના કરશે જે દેશની પ્રથમ ઓવરનાઇટ પ્રાઇવેટ ટ્રેન તરીકે રહેશે. અન્ય કાર્યક્રમો પણ છે.

(10:45 am IST)