Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

આપનાં બળવાખોર નેતા - જાણીતા કવિ કુમાર વિશ્વાસના ઘરેથી લક્ઝરી કાર ફોર્ચ્યુનરની ચોરી

ઘરની બહાર જ ફોર્ચ્યુનર મોટરકાર પાર્ક કરાઇ હતી

નવી દિલ્હી : આપનાં બળવાખોર નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસની લક્ઝરી કાર ફોર્ચ્યુનરની તેમના ઘરેથી ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાતે બનેલી ઘટનામાં પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.પોલીસે તપાસ માટે એક ટીમ પણ બનાવી છે. કાર રાત્રે 1.30 કલાકની આસપાસ ચોરી થઈ હોવાની આશંકા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કુમાર વિશ્વાસ ગાઝીયાબાદનાં ઇંદિરાપુરમ વિસ્તારમાં રહે છે, તેમના ઘરની બહાર જ ફોર્ચ્યુનર મોટરકાર પાર્ક કરાઇ હતી. પરિવારજનોએ ઘરની બહાર કાર ન જોઈ ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.

મોટરકાર ચોરીની ફરીયાદ કુમાર વિશ્વાસનાં મેનેજરે પોલીસને કરી છે. આ ઘટનાની અંગે પોલીસના જણાવ્યા મુજબ, મોડી રાત્રે દોઢ વાગ્યે કાર ચોરી થઇ છે, જોકે ચોરોને જલદી ઝડપી લેવામાં આવશે અને ગાડીની ભાળ મેળવી લેવાશે.

ઘટનાની જાણકારી મેળવવા પોલીસની ટીમ ઘરની આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી ચોરો અંગે ખબર મેળવવાની કોશિશ સતત ચાલુ છે.

(12:00 am IST)