Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ટાટા Nx- ઝીરો શુગર પ્રોડકટ રાજકોટમાં લોન્ચ

ફાર્મા ચેનલ મારફતે ૧૦૦ ટકા કુદરતી સ્વીટનર લોન્ચ કરનાર પ્રથમ શહેર બન્યું

મુંબઇ તા. ૧૬ : ૧૦૦ ટકા કુદરતી ઘટકોથી બનેલ ટાટા Nx – ઝીરો શુગર ચાલુ મહિનાની શરૂઆતમાં રાજકોટમાં લોંચ થયું હતું. ફાર્મા ચેનલ મારફતે પ્રોડકટ લોંચ કરનાર રાજકોટ પ્રથમ શહેર છે. હાલનાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો માટે ખાસ બનાવેલ અત્યાધુનિક ન્યૂટ્રિશનલ સોલ્યુશન ટાટા Nx એ ટાટા કેમિકલ્સનો રિટેલ માટે ભારતીય ન્યૂટ્રાસ્યુટિકલ્સમાં પ્રવેશ છે. આ વિજ્ઞાનનાં પીઠબળ દ્વારા શ્રેષ્ઠ સ્વરૂપમાં પોષક પદાર્થો પૂરાં પાડવાની ખાતરી આપે છે. અત્યાધુનિક સ્વસ્થ વિકલ્પો સાથે પોતાની જીવનશૈલીને પરિવર્તિત કરવાનાં પ્રયાસો કરતાં લોકો વચ્ચે જાગૃતિ લાવવા બ્રાન્ડે ઇન્ડિયન ડાયાબેટિક એસોસિએશન સાથે જોડાણ પણ કર્યું છે, જે માટે આજે રાજકોટમાં એક ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં રાજકોટ અને એની આસપાસનાં વિસ્તારોમાં પ્રેકિટસ કરતાં ૧૫૦ ડાયાબીટોલોજિસ્ટ, ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટે હાજરી આપી હતી. તેમ એક યાદીમાં જણાવાયું છે.

આ લોંચ પર ટાટા કેમિકલ્સનાં એકિઝકયુટિવ ડાયરેકટર શ્રી ઝરિર લાંગ્રાણાએ કહ્યું હતું કે, 'અમે પહેલી વાર અમારાં ઉત્પાદનો લોંચ કરવા ફાર્મા રુટ અપનાવ્યો છે. ટાટા Nx નવીન ફૂડ સાયન્સ લાગુ કરવાનું પરિણામ છે, જેનો ઉપભોકતા ઉત્પાદનોમાં અમારી પરંપરાગત તાકાત સાથે સમન્વય થયો છે. હાલની વ્યસ્ત જીવનશૈલી શરીર પાસેથી ઘણું માગે છે અને સ્વસ્થ જીવન ઇચ્છે છે. આ માટે વ્યકિતને યોગ્ય પોષક દ્રવ્યોની જરૂર છે. એને ધ્યાનમાં રાખીને ટાટા Nx 100 ટકા કુદરતી ઘટકોમાંથી બનેલ છે, જેન ડિઝાઈન આધુનિક ભારતીયની પોષક દ્રવ્યોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે.'(૨૧.૧૧)

 

(3:20 pm IST)