Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મસૂદ અઝહર સહિત આ ૯ આતંકીઓ ભારતને તહસનહસ કરવાની વાતો કરતા ફરે છે

જમ્મુ કાશ્મીર : પુલવામામાં થયેલા હુમલા પછી ભારત સરકાર ઇચ્છે છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરને યુએન સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે. જોકે ચીન હજી પણ અવરોધરૂપ બને છે. શુક્રવારે ચીને પુલવામામાં આતંકવાદી હુમલાની નિંદા તો કરી હતી પરંતુ એક વખત તેણે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાની વાત પર પાછી પાની કરી લીધી.

મસૂદ અઝહર સૌથી વોન્ટેડ આતંકવાદી છે. તેનાં પર પઠાણકોટ આતંકવાદી હુમલાનો પણ આરોપ છે. પાકિસ્તાનમાં રહેનારા એવાં આતંકવાદીઓ વિશે કે જેમને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ઓફ ઇન્ડિયા (એનઆઈએ) શોધી રહ્યાં છે.

એનઆઈએના જણાવ્યા મુજબ, હાફિઝ સઈદ પાકિસ્તાનનાં લાહોરમાં રહે છે. એનઆઈએના જણાવ્યા મુજબ જમ્મુ અને કાશ્મીરમાં પત્થરબાજી અને હવાલા કરીને નાણાં એકત્ર કરવામાં એનો મોટો હાથ છે. તે તેના દ્વારા પત્થરબાજી કરાવે છે અને અને ભારત સામે યુદ્ઘ લડવા માટે પ્રોત્સાહન આપે છે. ભારતીય સંસદ પર ૨૦૦૧માં હુમલો, જુલાઇ ૨૦૦૬માં મુંબઈ લોકલમાં બોમ્બ વિસ્ફોટ અને નવેમ્બર ૨૦૦૮માં મુંબઈ પર થયેલ હુમલાનો આ માસ્ટર માણસ છે.

મસૂદ અઝહર

એનઆઈએનાં અનુસાર મસૂદ પંજાબના પઠાણકોટમાં ભારતીય હવાઇ દળના આધાર પર કર્મચારીઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્ય બનાવવા આતંકવાદી હુમલાની પ્રક્રિયામાં છે. એ જૈશ એ મોહમ્મદ નામનાં આતંકવાદી જૂથ સાથે જોડાયેલ છે. ગુરુવારે પુલવામામાં થયેલા સીઆરપીએફના કર્મચારીઓ પર આ આતંકવાદી જૂથ દ્વારા આત્મદ્યાતી હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મુફ્તી અબ્દુલ રૌફ અસગર

આ પણ એનઆઈએનાં સૌથી માસ્ટર લિસ્ટમાં છે. તાજેતરમાં જ તેણે ભારતના દ્યણા ભાગોને દફનાવવાવી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કશ્મીરીઓ ફરીથી સોલિડેરિટી ડે ઉજવશે, તો દિલ્હી સળગી જશે.

શાહિદ લતીફ

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ શાહિદ લતીફે પઠાણકોટના હુમલાખોરોને મદદ કરી હતી. વર્ષ ૨૦૧૦માં યુપીએ સરકારે તેમને જેલમાંથી છોડ્યો છે.

જાવેદ

ઇન્ટરપોલે પણ જાવેદ માટે રેડ નોટિસ જારી કરી છે. સુરક્ષા એજન્સી અનુસાર જાવેદ, કરાચીમાં રહે છે, તેનાં પર ૨૦૧૫માં ભાજપના નેતાઓની હત્યા કરવાનો આરોપ છે.

કાસિફ જન

એનઆઈએની યાદીમાં કાસિફનું પણ નામ આવ્યું છે. પઠાણકોટ એરબેઝ પર હુમલો કરવાનો આરોપ પણ છે.

સૈય્યદ સલાહુદ્દીન

સૈયદ સલાહુદ્દીનને યુનાઇટેડ સ્ટેટ્સે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. સૈયદ સલાહુદ્દીન કશ્મીરી છે, જે પાકિસ્તાનની મદદના આધારે ભારતમાં આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓ ચલાવે છે. સલાહુદ્દીન કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓ ચલાવે છે અને એનઆઈએની સૌથી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ શામેલ છે.

મોહમ્મદ નાવિદ જટ્ટ

મોહમ્મદ જાવેદ પણ એનઆઈએની લિસ્ટમાં નામ ધરાવે છે. તેનાં પર આરપીસીની કલમ ૩૦૨, ૩૦૭, ૨૨૪, ૧૨૦ઊંક હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એજન્સી અનુસાર, શ્રીનગર સ્થિત એસએમએચએસ હોસ્પિટલમાં આતંકવાદી હુમલાનો આરોપ છે કે જેમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. આતંકવાદી નાવિદ ભાગી ગયો હતો.

વલી

એનઆઈએનાં અનુસાર વલી એલઈટી સાથે સંકળાયેલ આતંકવાદી છે. કેરાલાના કન્નુર જિલ્લામાં એક કેસ નોંધવામાં આવ્યો છે. તેનાં પર IPCની કલમ ૧૨૦(b), ૧૨૧, ૧૨૧ (A), ૧૨૨, ૧૨૩, ૧૨૪ (A), ૨૧૨, ૪૬૫, ૪૭૧, ૩૪ OF અને યુએ(પી) એકટ હેઠળ ૧૩(B), ૧૬,૧૮, ૧૯, ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ કેસો નોંધાયા છે.

(3:17 pm IST)