Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

દિલ્હીથી ૨૦૦ કિમી દૂર ટુંડલા નજીક ટ્રેન ૧૮ની હડફેટે પ્રાણી આવી જતા

લોન્ચના એક દિવસ બાદ વંદે ભારત એકસપ્રેસ બ્રેક ડાઉન

નવી દિલ્હી તા.૧૬: એન્જીન વગરની ભારતના મહત્વકાંક્ષી પ્રોજેકટ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એકસપ્રેસને ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ લીલી ઝંડી આપી હતી.

આજે સવારે દિલ્હથી ૨૦૦ કિમી દૂર ટુંડલા પાસે કોઇ જનાવર ટ્રેન ૧૮ સાથે અથડાતા બ્રેક ડાઉન થયું હતું. ટ્રેન ૧૮ વારાણસીથી રાત્રે દિલ્હી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ ટેસ્ટીંગ રન દરમિયાન પશુ પૈડા નીચે આવી જતા ટ્રેનના છેલ્લા ડબ્બાની કન્ટ્રોલ મેનેજમેન્ટ સીસ્ટમે કામ કરવાનું બંધ કરતા ટ્રેન ૧૮નું બ્રેક ડાઉન સર્જાયું હતું.(૧.૭)

(7:11 pm IST)