Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઇન્સોલ્વન્સી એકટમાં સુધારાના સંકેત

NCLT પ્લાનનો અમલ નહીં કરનાર સફળ બિલ્ડર્સ પર અંકુશ આવવાની શકયતા

મુંબઇ તા ૧૬ : બેડ લોન હોય કે ડિફોલ્ટ હોય, બહેતર રિકવરી સંભવ બને એ માટે સરકાર ઇન્સોલ્વન્સી એકટમા઼ સ્ુધારા કરવાનું વિચારી રહી છે. આ સુધારાના ભાગરૂપે જયાં સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા મંજુર થયેલ સ્કીમનું પાલન ન થાય ત્યાં સુધી સફળ બિલ્ડર્સને રેગ્યુલેશન પ્રોસેસમાં વધુ ભાગ લેવા નહીં દેવાય. આ વિશે ઇન્સોલ્વન્સી એકટના સેકશન ૨૯A માં સુધારા કરાશે. જેમાં NCLT ના મંજુર થયેલા પ્લાનનો અમલ નહીં કરનાર બિડર્સ પર પ્રતિબંધ આવી શકે છે.

આ પ્લાન અમલમાં ન મુકાય તો અર્નેસ્ટ મની ડિપોઝિટને ફેરાફિચર ( રદ કવાના) રેગેેશનમાં તો ફેરફાર આવી જ ગયા છે. એક સુધરાના ભાગરૂપે એવું પણ વિચારાઇ રહ્યું છે કે હોમબાયર્સને પણ ક્રેડિટર ગણાશે. વધુમાં MSME પ્રમોટર્સને તેમની કંપની માટે બિડ કરવાની છુટ અપાશે.  (૩.૩)

(10:34 am IST)