Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

હવે ભારતનું મિશન મસૂદ અઝહર : ડોભાલ મોરચો સંભાળશે

જો પાક. મદદ નહિ કરે તો દક્ષિણ - પૂર્વી એશિયાના સમીકરણો બગડશે : પાક.ને ચેતવણી

નવી દિલ્હી તા. ૧૬ :  પુલવામાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં હાજર ભારત વિરોધી તંત્ર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ બેક ચેનલ દ્વારા પાકિસ્તાનને આ હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગણા મસુદ અઝહર વિરૂધ્ધ અંતિમ કાર્યવાહી કરવામાં મદદની રજૂઆત કરવામાં આવી છે. ભારત તરફથી ચેતવણી આપવામાં આવી છે કે પાક. સરકાર આ અંગે કોઇ બાબતે તેની રજૂઆત નહી માને તો દક્ષિણ - પૂર્વી એશિયાના સમીકરણો બગડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગુવાઇમાં ગઇકાલે સવારે બોલાવવામાં આવેલી સુરક્ષા સંબંધી કેબિનેટની બેઠકમાં કુટનીતિક ઉપાયોની સાથે આગળની રણનીતિ પર મહત્વના નિર્ણય કરવામાં આવ્યા. પીએમ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અલગથી આ મુદ્દા પર વાતચીત કરીને કડક કાર્યવાહીનો અહેવાલ તૈયાર કર્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે પાકિસ્તાનને રજૂઆત કરી છે કે તે મસુદ અઝહરનો ખેલ ખત્મ કરવામાં દરેક સંભવ મદદ કરે. કહેવામાં આવી રહ્યું છે કે, પુલવામાં હુમલા બાદ દેશની જનતા એટલી હદે નારાજ છે કે તેને શાંત કરવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ વાત પાકિસ્તાને પણ સમજાવી પડશે.

ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા, ઇસ્ત્રાઇલ, બ્રિટેન, જર્મની, ફ્રાંસ અને રશિયા સહિત દરેક તાકાતવર દેશોને પાકિસ્તાન પર મસૂદ વિરૂધ્ધ અંતિમ કાર્યવાહી માટે દબાણ બનાવાની યોજના બનાવામાં આવી રહી છે. અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરવામાં સંયુકત રાષ્ટ્રમાં મંચ પર સતત આડુ ફાટતું ચીનને સમજાવવા માટે એનએસએ ડોભાલ મોરચો સંભાળશે.(૨૧.૨)

 

(9:49 am IST)