Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

મધ્યપ્રદેશના શહીદ જવાન અશ્વિનીકુમારના પરિવારને એક કરોડની આર્થિક સહાય આપશે કમલનાથ સરકાર

શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા, 1 ઘર અને પરિવારના 1 સભ્યને નોકરી અપાશે

 

ભોપાલ :મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન અશ્વિની કુમારના પરિવારને એક કરોડની આર્થિક મદદ આપવાનું એલાન કર્યુ છે.

  ઉપરાંત કમલનાથ સરકારે શહીદ જવાનના પરિવારને ઘર અને એક સભ્યને શાસકીય નોકરી આપવાનું એલાન પણ કર્યુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં જબલપુરના સીઆરપીએફ જવાન અશ્વિની કુમાર કાછી શહીદ થયા હતા. આતંકી હુમલામાં અત્યાર સુધી 44 સીઆરપીએફ જવાન શહીદ થયા છે.

  પુલવામા હુમલા પર દુઃખ વ્યક્ત કરતા મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે કહ્યુ કે દુઃખના સમયમાં સરકાર શહીદ જવાનના પરિવાર સાથે છે. સીએમ ઓફસ મધ્ય પ્રદેશના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યુ, '#pulwamaterrorattack માં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ. હુમલામાં જબલપુરના શહીદ સપૂત અશ્વિની કુમાર કાછીની શહીદીને નમન કરુ છુ. રાજ્ય સરકાર દ્વારા શહીદના પરિવારને 1 કરોડ રૂપિયા, 1 ઘર તેમજ પરિવારના 1 સભ્યને શાસકીય નોકરી આપવામાં આવશે. દુઃખની ઘડીમાં અમે તેમની સાથે છીએ - સીએમ કમલનાથ.'

(1:09 am IST)