Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પાકિસ્તાન સામે કૂટનીતિક લડાઈ શરુ :વિવિધ દેશોના રાજદૂતની બેઠક બોલાવાઇ

હુમલાની વિસ્તૃત વિગતો રજુ કરાઈ :એશિયા અને યુરોપીય દેશોના રાજદૂતો અને ઉચ્ચાયુકતો મિટિંગમાં હાજર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે પાકિસ્તાન સામે વૈશ્વિક સમુદાયને એક્ઠું કરવા માટે વિદેશ મંત્રાલય ખાતે દેશમાં આવેલા વિવિધ દેશોનાં રાજદૂતોની એક વિશેષ બેઠક યોજાઈ હતી  આ અગાઉ ભારતે સૌ પ્રથમ પગલું લેતાં પાકિસ્તાનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો.

પાકિસ્તાન સામેની કૂટનૈતિક લડાઈની શરૂઆત કરતાં ભારતે વિદેશ મંત્રાલય ખાતે તાત્કાલિક ધોરણે ભારતમાં રહેલા વિશ્વનાં દેશોનાં રાજદૂતો અને ઉચ્ચાયુક્તોની તાત્કાલિક બેઠક બોલાવી હતી અને જમ્મુ-કાશ્મીરમાં થયેલા હુમલાની વિસ્તૃત વિગતો તેમની સામે રજૂ કરી હતી. 

વિદેશ મંત્રાલય ખાતે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાળ, દક્ષિણ કોરિયા, સ્વીડન, ભૂટાન, કેનેડા, બ્રિટન, રશિયા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્લોવાકિયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટાલી, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના દેશોનાં ભારત ખાતેના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો વિદેશ મંત્રાલયની વિશેષ બેઠકમાં હાજર રહ્યા હતા.

(8:38 am IST)