Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

છેલ્લા વનડેમાં કોહલીની વિરાટ ઇનિંગ ;ભારતે સાઉથ આફ્રિકાને 8 વિકેટે કચડ્યું

કોહલીએ 35મી સદી ફટકારી :205 રનનો લક્ષ્યાંક માત્ર 32 ઓવરમાં હાંસલ કરીને સિરીઝ 5-1થી જીતી

સુકાની વિરાટ કોહલીની શાનદાર સદી અને યુવા બોલર શાર્દૂર ઠાકુરની ઘાતક બોલિંગને કારણે ટીમ ઇન્ડિયાનો સેન્ચુરીયનના સપોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલ વનડે મેચની સિરીઝના અંતિમ વનડેમાં સાઉથ આફ્રિકા સામે 8 વિકેટે શાનદાર વિજય થયો છેસાથે સિરીઝ 5-1 થી જીતી લીધી છે સાઉથ આફ્રિકાના 205 રનનાં જવાબમાં ટીમ  ઇન્ડિયાએ માત્ર 32 ઓવરમાં 206 રન બનાવી મેચ જીતી લીધી હતી ભારત વતી ઓપનર રોહિત શર્મા જલ્દી આઉટ થયા બાદ સુકાની વિરાટ કોહલીએ શિખર ધવન સાથે મળીને ઇનિંગ સાંભળી હતી 80 રનના સ્કોરે ધવન 18 રને આઉટ થયો હતો બાદમાં ત્રીજી વિકેટની અંજય રહાણે સાથે 126 રનની ભાગીદારી થઇ હતી વિરાટ કોહલીએ 96 દડામાં 19 ચોક્કા અને બે છગ્ગાની મદદથી અણનમ 129 રન ફટકાર્યા હતા વિરાટે પોતાની 35મી વનડે સદી ફટકારી હતી વિરાટ કોહલીને મેન ઓફ સિરીઝ અને મેન ઓફ મેચ પસન્દ કરાયો હતો અજકીય રહાણેએ 81 દડામાં 34 રન બનાવ્યા હતા

(1:30 am IST)