Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

૭ વર્ષમાં બેંકોને ૨૨,૭૦૦ કરોડનો ચુનો લાગ્યો

દરેક ફ્રોડ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કીંગ દ્વારા જ થયા છે

નવી દિલ્હી, તા. ૧૬ : આઈઆઈએમ - બેંગલોર દ્વારા કરાયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશની સરકારી બેંકોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ૨૨૭.૪૩ અરબ રૂપિયાનો ગોટાળો થયો છે. સૂચના-ટેકિનકલ મંત્રી રવિશંકર પ્રસાદે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નાં આંકડાઓનો હવાલો આપતા સાંસદને જણાવ્યું કે ૧ જાન્યુઆરીથી ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી૧૭૯ કરોડ રૂપિયાનાં ગોટાળાનાં ૨૫,૮૦૦થી વધારે કિસ્સાઓ સામે આવ્યા છે. આ બધા ફ્રોડ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા જ થયા છે.ઙ્ગ

માર્ચ ૨૦૧૭માં આરબીઆઈએ જે આંકડાઓ રજૂ કર્યા હતા તે પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નાં પહેલા નવ મહિનાઓમાં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી એક લાખ રૂપીયા અને સ્ટેટ બેંક આઙ્ખફ ઈન્ડિયા (એસબીઆઈ)નાં ૪૨૯, સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેંકનાં ૨૪૪ અને એચડીએફસી બેકનાં ૨૩૭ બનાવટી ટ્રાન્ઝેકશન્સ સામે આવ્યા છે. આંકડાઓ દ્વારા જાણ થાય છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં ૬૪ કર્મચારીઓ, એચડીએફસી બેંકનાં ૪૯ કર્મચારીઓ જયારે એકિસસ બેંકનાં ૩૫ કર્મચારીઓનો હાથ હતો આ બધા કૌભાંડમાં.

એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૭૭.૫૦ અરબ રૂપિયાનાં ગોટાળાનાં ૩,૮૭૦ કેસ દાખલ થયા છે. આ ગોટાળાઓમાં પ્રાઈવેટ અને ગવર્મેન્ટ બેંકોનાં ૪૫૦ કર્મચારીઓનો હાથ રહ્યો છે. સામાન્ય લોકો પૈસા પ્રાઈવેટ બેન્કોની તુલનામાં સરકારી બેન્કોમાં જમા કરવા પર ભાર આપે છે, પરંતુ ઈન્ડિયા સ્પેન્ડ તરફથી જાહેર કરાયેલા આંકડા જણાવે છે કે પાછલા ત્રણ વર્ષોમાં સરકારી બેન્કો સાથે ફ્રોડની દ્યટના સૌથી વધારે થઈ છે. દેશની ૨૧ સરકારી બેન્કોમાં ટોચ પર પાંચ સરકારી બેન્કો છે.

જો પાછલા ત્રણ વર્ષોમાં ફ્રોડના દાખલ મામલાની સંખ્યાના આધાર પર જોઈએ તો ૮,૧૬૮ ફ્રોડ કેસોમાં એસબીઆઈ સાથે ૨૪૬૬ ફ્રોડ થયા. બેન્ક ઓફ બરોડા, સિન્ડિકેટ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ક્રમશઃ ૭૮૨, ૫૫૨ અને ૫૨૭ ફ્રોડના મામલા સામે આવ્યા છે. તો મહા ગોટાળાના કારણે ૧૧,૩૬૦ કરોડના નુકસાન સાથે પીએનબી બેન્ક પાંચમાં ક્રમે છે. તેની સાથે પાછલા ત્રણ વર્ષોમાં ૫.૭ ટકા એટલે કે ૪૭૧ ફ્રોડની ઘટના બની છે. એવું નથી કે ફ્રોડના મામલા માત્ર સરકારી બેન્કો સાથે જ થઈ રહ્યા છે. પ્રાઈવેટ બેન્ક પણ આ પ્રકારની સમસ્યાથી ત્રસ્ત છે. ૨૦૧૪-૧૫ અને ૨૦૧૬-૧૭ની વચ્ચે સરકારી અને પ્રાઈવેટ બેન્કોમાં ફ્રોડના ૧૨,૭૭૮ મામલા સામે આવ્યા. તેમાં ૬૭ ટકા મામલાસાથે સરકારી બેન્ક સૌથી વધારે પીડિત રહે. તેમાંથી ૧૭૧૪ ફ્રોડના મામલા બેન્કના કર્મચારીઓની મિલી ભગતના કારણે થયા છે.

(4:05 pm IST)